અમદાવાદ : 'ગર્ભાવસ્થામાં પણ પતિની જબરદસ્તી સેક્સની જીદ, થઈ બીમારી', મેડિકલ ઓફિસર પત્નીએ નોંધાવી ફરિયાદ


Updated: April 12, 2021, 12:14 AM IST
અમદાવાદ : 'ગર્ભાવસ્થામાં પણ પતિની જબરદસ્તી સેક્સની જીદ, થઈ બીમારી', મેડિકલ ઓફિસર પત્નીએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

તને સારી રીતે રાખીશ, પિયરજનોની યાદ નહીં આવવા દવું તેવી પ્રેમભરી વાતો કરી, અને ફસાઈ. પતિ ગર્ભાવસ્થામાં સંબંધ બાંધતો હોવાથી મહિલાનો શેક તૂટી ગયો, સોનોગ્રાફીમાં સામે આવ્યું

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા ગાંધીનગર ખાતે એક જગ્યાએ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેને એક યુવક સાથે સંપર્ક થયા બાદ તેની મીઠી વાતોમાં તે આવી ગઈ હતી. માતા-પિતાની વિરુદ્ધમાં જઈને આ મહિલાએ લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ આ મહિલાને પસ્તાવાનો વારો આવ્યો છે. કારણ કે લગ્ન બાદ તેનો પતિ જબરદસ્તી મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. આ દરમિયાન આ મહિલાને ગર્ભ રહી ગયો હતો અને ગર્ભ રહ્યો તે દરમિયાન પણ તેનો પતિ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાથી મહિલાનો શેક તૂટી ગયો હોવાનું સોનોગ્રાફીમાં સામે આવ્યું હતું. જેથી મહિલાએ કંટાળીને તેના પતિ અને અન્ય સાસરીયાઓ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

શહેરના ગીતામંદિર વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા એક પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2020માં આ મહિલાએ એડવોકેટની હાજરીમાં એક યુવક સાથે ફૂલ હારથી લગ્ન કરી લીધા હતા. બાદમાં આ મહિલા ગીતામંદિર ખાતે સાસરે રહેવા આવી હતી. લગ્ન પહેલા મહિલાના પતિએ હું તને સારી રીતે રાખીશ ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દવું અને પિયરજનોની યાદ નહીં આવવા દવું તેવી પ્રેમભરી વાતો કરી હતી. મહિલાના માતા પિતા સહિતના લોકોએ તેને પહેલેથી કહ્યું હતું કે છોકરો સારો નથી છતાંય મહિલા પ્રેમભરી વાતોમાં આવી લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો - માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: 3 વર્ષના બાળકે 8 મહિનાના ભાઈ પર ચલાવી ગોળી, માસૂમનું મોત

લગ્ન બાદ મહિલા નોકરી માટે અપડાઉન કરતી હોવા છતાંય પતિ ઘરનું કામ બધું કરવાનું અને સાડી પહેરીને રહેવાનું તેમ જણાવતો. લગ્ન બાદ પતિ સાથે રહેતી આ મહિલા સાથે તેનો પતિ રાત્રે અવાર નવાર જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધતો હતો. મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખતા આ મહિલાને તેના પતિથી ગર્ભ રહ્યો હતો તેમ છતાંય ગર્ભ દરમિયાન પણ પતિ અવાર નવાર શારીરિક સંબંધો બાંધતો હતો. બાદમાં ડોકટરના ત્યાં આ મહિલા બતાવવા ગઈ ત્યારે સોનોગ્રાફી કરાવી હતી. ત્યારે આ મહિલાનો શેક તૂટી ગયો હોવાનું ડોક્ટરે જણાવી તેને આરામ કરવાનું કહ્યું હતું. ગર્ભ દરમીયાન શારીરિક સંબંધો બાંધતા આ સમસ્યા થઈ હતી. જેથી મહિલાએ લગ્ન બાદ પતિએ જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધતા પોલીસ ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોરાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા, કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો

તો આ મહિલાએ અન્ય એક ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ સાડી પહેરવાનું અને ઘરનું બધું કામ કરવા સાસરિયાઓ દબાણ કરતા હતા. આટલું જ નહીં નોકરી કરતી હોવાથી પગાર પણ માંગી લેતા અને તે ત્રાસથી કંટાળી મહિલા શરદીઓની દવાઓ ગળી ગઈ હતી અને તેને સારવાર માટે ખસેડી હતી. જેથી મહિલાએ જેઠ, જેઠાણી, નણંદો સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: April 12, 2021, 12:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading