સાયન્સ સિટીને જોવા અમદાવાદીઓ ઉમટી પડ્યા, જાણો કેવો રહ્યો અનુભવ


Updated: July 17, 2021, 5:33 PM IST
સાયન્સ સિટીને જોવા અમદાવાદીઓ ઉમટી પડ્યા, જાણો કેવો રહ્યો અનુભવ
સાયન્સ સિટીને જોવા અમદાવાદીઓ ઉમટી પડ્યા, જાણો કેવો રહ્યો અનુભવ

માત્ર અમદાવાદીઓ જ નહીં વડોદરા, સુરત, રાજકોટથી પણ આજે લોકો સાયન્સ સિટીને માણવા આવ્યા હતા

  • Share this:
અમદાવાદ : સાયન્સ સિટીમાં (Ahmedabad Science City)માં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા ત્રણ આકર્ષણોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના બીજા જ દિવસે એટલે કે શનિવારના દિવસે અમદાવાદના નવલા નજરાણા સાયન્સ સિટીને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. માત્ર અમદાવાદીઓ જ નહીં વડોદરા, સુરત, રાજકોટથી પણ આજે લોકો સાયન્સ સિટીને માણવા આવ્યા હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળોની જ્યારે જ્યારે વાત કરવામાં આવશે ત્યારે ત્યારે અમદાવાદની આ જગ્યાનો ઉલ્લેખ ચોક્કસથી થશે.

સાયન્સ સિટીમાં બાળકોને મજા પડી જશે. આ અંગે ગાંધીનગરથી આવેલી 10 વર્ષની દીયા દફતરીએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે કેટલાય દિવસથી કોરોના અને સ્કૂલ બંધ હોવાથી બહાર જઈ શકતી ન હતી. આજે મમ્મી સાથે સાયન્સ સિટી આવી છે જે જોવાની મજા આવી જશે. બીજી તરફ દીયાના માતાએ જણાવ્યું કે ઓનલાઈન ટિકિટ લીધી હોવા છતાં સર્વર ડાઉનના ઇસ્યુને કારણે તેમને રાહ જોવી પડી છે પણ આ રાહ બાળકોની ખુશી સામે મામૂલી છે.

આ પણ વાંચો - ગાંધીનગર : PM નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ, વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

બાળકો હોય કે મોટેરા અમદાવાદમાં કંઇક નવું હોય એટલે ગુજરાતીઓ પીછેહઠ કરતા નથી. અમદાવાદીઓને ગમતું સાયન્સ સિટી શનિવાર અને રવિવારે ખુલ્લું રહેશે. એટલું જ નહીં હાલ પૂરતા અઠવાડિયાના તમામ દિવસોમાં આ સાયન્સ સિટી સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જોકે સાયન્સ સિટીનો એક માઈનસ પોઇન્ટ પણ છે એ છે તેની ફી, જે સામાન્ય વર્ગના લોકો ને પોસાઈ તેવી નથી.

આ અંગે સાયન્સ સિટીને જોવા ઇચ્છુક સંજયભાઈનું કહેવું છે કે તેઓ આજે ભાવ જાણવા આવેલા જેથી બાળકોને લઇ આવી શકે પરંતુ ભાવ વધારે લાગતાં હવે તેઓ બાળકોને ટીવી અને સોશિયલ મીડિયામાં સાયન્સ સિટી બતાવશે. આમ જોઈએ તો ઘણા પરિવારની ઈચ્છા છે કે તેઓ સાયન્સ સીટીની મુલાકાત બાળકો સાથે કરે પરંતુ મોંઘી ટિકિટ તેમને સતાવે છે. બીજી તરફ સાયન્સ સિટીમાં આવતા લોકોને ઓનલાઈન ટિકિટ લેવાની હોય છે જે પણ કેટલાક લોકો માટે મૂંઝવણ ઉપજાવે છે.
Published by: Ashish Goyal
First published: July 17, 2021, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading