અમદાવાદ: BRTS બસ અકસ્માતનાં CCTV ફૂટેજ આવ્યાં સામે, એક્ટિવા ચાલકનું થયું હતું મોત

News18 Gujarati
Updated: July 19, 2021, 3:39 PM IST
અમદાવાદ: BRTS બસ અકસ્માતનાં CCTV ફૂટેજ આવ્યાં સામે, એક્ટિવા ચાલકનું થયું હતું મોત
સીસીટીવી ફૂટેજ.

BRTS bus accident CCTV footage: સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બસ ચાલક પોતાની સાઇડમાંથી જમણી તરફ વળવાનો પ્રયાસ કરે છે ત્યારે જ સામેની બાજુએથી આવી રહેલા એક્ટિવા ચાલકની તેની સાથે ટક્કર થઈ જાય છે.

  • Share this:
અમદાવાદ: ગત અઠવાડિયે અમદાવાદના બીઆરટીએસ બસ (Ahmedabd BRTS bus) ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બસની ટક્કર બાદ એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો. અમદાવાદના શાસ્ત્રીનગર બીઆરટીએસ ચાર રસ્તા (Shastrinagar cross road) પર આ અકસ્માત બન્યો હતો. 14 જુલાઈના રોજ વહેલી સવારે આ બનાવ બન્યો હતો. બીઆરટીએસ અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તેના પરથી અનેક વાત સ્પષ્ટ થઈ જાય છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બસ ચાલક પોતાની સાઇડમાંથી જમણી તરફ વળવાનો પ્રયાસ કરે છે ત્યારે જ સામેની બાજુએથી આવી રહેલા એક્ટિવા ચાલકની તેની સાથે ટક્કર થઈ જાય છે. આ મામલે પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો. હજુ આ કેસમાં બસની સ્પીડ કેટલી હતી તે સહિતની અનેક વિગતો સામે આવી નથી.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં મેઘ મહેર: વાપી નજીક દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, પોલીસ પહેરો ગોઠવાયો 

શું હતો બનાવ?

14મી જુલાઈના રોજ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે વહેલી સવારે એકિટવા ચાલકનું BRTS બસની ટક્કરે મોત નીપજ્યું હતું. મૃતક જલુભાઈ દેસાઈ છાપા વિતરણનું કામ કરતા હતા અને સવારે ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે ટોળે ટોળા એકઠાં થયા હતા. જેથી બસ ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. બસ ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો: ખેડા: યુવતીની છેડતી કરીને બીભત્સ માંગણી કરનાર શખ્સને લોકોએ જાહેરમાં ટીપી નાખ્યો-જુઓ વીડિયો 
સમગ્ર બાબતને લઈને B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી BRTS બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, મૃતક જલુભાઈ દેસાઈ શહેરના ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા.

સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6.30ની આસપાસ એક્ટિવા લઈને અંકુર ચાર રસ્તાથી ચાણકયપુરી ઘરે પરત ફરતાં હતા ત્યારે BRTS ઇલેક્ટ્રિક બસ ચાલકે ટક્કર મારી હતી. ટક્કર બાદ જલુભાઈ નીચે પટકાયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, 108 આવે તે પહેલા જ તેમનું મોત થયું હતું.
Published by: Vinod Zankhaliya
First published: July 19, 2021, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading