'જાકો રાખે સાઈયાં, માર સકે ના કોઈ', કારને ચીરી રેલીંગ અંદર ઘુસી ગઈ, બે બાળકોને ખરોચ પણ નહીં, પરંતુ...

News18 Gujarati
Updated: June 21, 2021, 7:25 PM IST
'જાકો રાખે સાઈયાં, માર સકે ના કોઈ', કારને ચીરી રેલીંગ અંદર ઘુસી ગઈ, બે બાળકોને ખરોચ પણ નહીં, પરંતુ...
અમદાવાદના પરિવારને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો

અમદાવાદથી નીકળેલી આ કારની હાલત જોઈ કોઈ જ બચ્યું નહીં હોય તેવો લોકોનો અંદાજ, બાળકોની નજર સામે જ પિતાનું મોત, માતાની હાલત ગંભીર, પરંતુ બે બાળકોને ખરોચ પણ ન આવી.

  • Share this:
અમદાવાદ : રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં અમદાવાદના પરિવારને નડેલા એક માર્ગ અકસ્માતને જોઈ લોકો હચમચી ઉઠ્યા હતા. અહીં એક હાઇ સ્પીડમાં દોડી રહેલી કાર કંટ્રોલની બહાર થઈ ગઈ હતી અને હાઇવેની સાઇડમાં રેલિંગમાં ધસી ગઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે, કારને વચમાંથી ચીરી રેલિંગ અંદર ઘુસી ગઈ હતી. અકસ્માત પછી, જેણે પણ કારની હાલત જોઈ, તે અચંબામાં પડી ગયો. આ અકસ્માતમાં કાર ચલાવનાર યુવકનું મોત નીપજ્યું હતું અને તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી, પરંતુ કારમાં સવાર બે બાળકોને થોડી પણ ખરોચ નથી આવી.

આ ગમખ્વાર અકસ્માત રવિવારે ચિત્તોડગઢ જિલ્લાના બેગુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. બેગુ એસએચઓ રતનસિંહે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે નંબર 27 પર અમદાવાદથી શિવપુરી જતા સમયે નીતિન સ્પિનર્સ પહેલા મંડોલા પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં રેલિંગ સાથે ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, રેલિંગ કારના બોનેટમાંથી પસાર થઈને કારની અંદર છેક પાછળની સીટ સુધી ઘુસી ગઈ હતી.

આ પણ વાંચો - નિર્દય પત્ની : પાણીમાં 3 કિલો ખાંડ મિલાવી ચાસણી તૈયાર કરી, સૂઈ રહેલા પતિ પર રેડી, પતિનું દર્દનાક મોત

લગ્ન સમારોહમાં ભાગ લેવા જઇ રહ્યા હતા

આ અકસ્માતમાં કાર ચાલક રાકેશસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તેની પત્ની અર્ચનાને ગંભીર ઇજા થઈ હતી. હાલમાં પ્રાથમિક સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાકેશના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પોલીસે તેને સંબંધીઓના હવાલે કર્યો છે.

મૃતકના પુત્ર સત્યમે જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ ગુજરાતથી મધ્યપ્રદેશના શિવપુરી જઈ રહ્યા હતા, તે સંબંધીને ત્યાં લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચતા પહેલા જ કાર માંડના નજીક અસંતુલિત થઈ ગઈ હતી અને રસ્તાની બાજુમાં રેલિંગમાં ઘુસી ગઈ હતી.આ પણ વાંચો - અમદાવાદ : 'વ્યાજખોરોએ બાઈક પણ પડાવી લીધુ', યુવાને મરતા પહેલા Video બનાવી જણાવી કરૂણ આપવીતી

જાકો રાખે સાઈયા માર સકે ના કોઈ

જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ" કહેવત ફરી એકવાર આ અકસ્માતમાં સાચી સાબિત થઈ છે. આ અકસ્માત જોયા પછી કારમાં સવાર કોઇ પણ જીવીત રહ્યં હોય તેવી કોઈને આશા ન હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, રાકેશના બે બાળકો, પુત્ર સત્યમ અને પુત્રી આસ્થા પણ આ કારમાં તે સમયે બેઠેલા હતા, પરંતુ તેમને થોડી ખરોચ પણ નહોતી આવી.
Published by: kiran mehta
First published: June 21, 2021, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading