પરેશ ધાનાણીએ ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું, ભાજપના આ દિગ્ગજ નેતા નકલી હિંદુત્વના ઠેકેદાર


Updated: September 4, 2021, 1:00 AM IST
પરેશ ધાનાણીએ ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું, ભાજપના આ દિગ્ગજ નેતા નકલી હિંદુત્વના ઠેકેદાર
પરેશ ધાનાણીની ફાઈલ તસવીર

વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ટ્વિટ કરી ભાજપ સરકાર (Bhartiya Janta Party) અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (D.Y Cm Nitin Patel ) પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, મહાદેવ હવે માફ નહી કરે. નિતીન પટેલનો મંદિર વાળો વિડીયો (Video) ટ્વિટર પર મુકી કહ્યું હતુ રે મહાદેવ પણ હવે માફ નહી કરે .

  • Share this:
અમદાવાદ: વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ટ્વિટ કરી ભાજપ સરકાર (Bhartiya Janta Party) અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (D.Y Cm Nitin Patel ) પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, મહાદેવ હવે માફ નહી કરે. નિતીન પટેલનો મંદિર વાળો વિડીયો (Video) ટ્વિટર પર મુકી કહ્યું હતુ રે મહાદેવ પણ હવે માફ નહી કરે . મંદિરમાં દાન દક્ષિણા માટે ખુદ દિકરીઓને રોકનાર નકલી હિંદુત્વના ઠેકેદારો છે .મંદી મોંઘવારી અને બેરોજગારી(Inflation Unemployment) સમગ્ર દેશને બરબાદ કરી દીધો છે

મહત્વપૂર્ણ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યાં છે. તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો. મારા શબ્દોને નોંધી લો. જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યાં છે. આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે. જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા, ના બંધારણ બચશે. બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, હું બધા વિશે વાત કરી રહ્યો નથી. મારે સ્પષ્ટતા પણ કરવી જોઇએ. લાખો મુસલમાનો દેશભક્ત છે. લાખો ઇસાઇ પણ દેશભક્ત છે.

નીતિન પટેલના વિવાદિત નિવેદનનો મામલો ગરમાય ગયો છે. ત્યારે નીતિન પટેલના આ નિવેદન પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કાયમી વિદેશી તાલીબાનોથી ડરાવી ધમકાવી યુનોમાં આતંકવાદી સાથે હાથ મિલાવવાનાર દેશી તાલીબાનોને દેશ ઓળખી ગયો છે . મંદિરમાં દાન દક્ષિણા માટે દિકરાઓને રોકનારા નકલી હિન્દુત્વના  ઠેકેદારોએ મંદી મોંઘવારી અને બેરોજગારી થી દેશને બરબાદ કરી દીધો છે. હવે રામના નામે રાજકીય રોટલા શેકનાર લોકેને મહાદેવ ક્યારેય માફ નહી કરે.

આગામી 17 સપટેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એક અનોખો કાર્યક્રમ કરવાની તૈયારીમાં છે. જેને લઈને જુદા જુદા 5 કાર્યક્રમો કરવા જિલ્લા સ્તરે સૂચના આપવામાં આવી છે. જેમાં મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ, જળસંચયના કાર્યક્રમો કરવા માટે અને રામમંદિરમાં સામૂહિક આરતી કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે PM મોદીના જન્મદિવસે ગુજરાતના 7100 ગામડાઓમાં ‘રામધૂન કાર્યક્રમ’ યોજવામાં આવશે. જેના અંતર્ગત સાંજના 7 વાગ્યે આ ગામડાઓમાં રામધૂનનો સાદ ગુંજશે.

PM મોદીના જન્મ દિવસ નિમિત્તે ૭૧૦૦ ગામડાઓ રામજી મંદિર મહાઆરતી અને રામધૂન કાર્યક્રમ જાહેરાત પર  પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા થનારી રામજી મંદિરની આરતીમાં ઘણા સ્થળે કોંગ્રેસે મંદિર માં મુકેલા નગારા અને જાલર વાગશે. ૧૮૦૦૦ ગામમાં રામ ભગવાન રેઢા પડી રહ્યા છે.સવાર સાંજ ઇલેક્ટ્રોનીક જાલર નગાડાથી ભગવાનની આરતી થાય છે. ગામના લોકોએ પગારદાર પુજારી રાખવા મજબુર થવું પડે છે અને અયોધ્યા માં રામ મંદિરનું સપનું દેખાડનાર  ભાજપ રામ ના સંસ્કારને ભુલી છે.

આ પણ વાંચો: ડભોઇ: સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે પ્લાસ્ટિકનાં ચોખા? વાલીઓનો આક્ષેપ, અધિકારીઓનો જવાબ

રામને રાજકીય રોટલા શેકવાનું સાધન બનાવ્યું. આવનારા દિવસે માં રામનું પ્રાગટ્ય ભાજપાન અહંકારને ઓગાળશે. રામેશ્વર ભગવાન ભાજપને માફ નહી કરે. અમરેલી મત વિસ્તાર માં રામજી મંદિરમાં જાલર અને નગાડા આપ્યા છે.  ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા થાળી અને જાલર વગાડે છે. ચુંટણી નજીક આવતાં ભાજપ મંદિર આરતી તરફ જઇ રહી છે જ્યાં અમુક જગ્યાએ કોગ્રેસએ આપેલા જાલર નગાડા શંખ હશે.
Published by: kuldipsinh barot
First published: September 4, 2021, 1:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading