અમદાવાદનો શરમજનક કિસ્સો! 'તારા પેટમાં રહેલું બાળક મારા દીકરાનું નથી', પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ


Updated: May 28, 2021, 9:24 PM IST
અમદાવાદનો શરમજનક કિસ્સો! 'તારા પેટમાં રહેલું બાળક મારા દીકરાનું નથી', પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ
પ્રતિકાત્મક તસવીર

સાસુ સસરા અને દિયર દ્વારા તું આઠ વર્ષનો દીકરો છોડીને અમારા પનારે પડી છે. તને રસોઈ બનાવતા નથી આવડતું, તારા પેટ માં જે બાળક છે તે અમારા દીકરાનું નથી તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

  • Share this:
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ હિંસાના (domestice violence) અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના મિરઝાપુર વિસ્તારમાં રહેતી મહિલાને પતિ અને સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2013માં ઇડર ખાતે થયા હતા. જો કે પતિ સાથે મનમેળ ન આવતા તેણે છૂટાછેડા લીધા હતા. જો કે ફેબ્રુઆરી 2021માં તેણે મેરેજ બ્યુરો મારફતે ધાંગધ્રા ના એક યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા.

લગ્ન ના દોઢેક માસ બાદ તેના દિયર એ મહિલા તેના પિયર માંથી લાવેલ પલંગ મોટો હોવાનું કહી પિયર પરત લઈ જવાનું કહીને બોલાચાલી કરી હતી. બાદમાં તેના સાસુ સસરાએ પણ તેની સાથે બોલાચાલી કરી હતી. અને મહિલાને પિયર લઈ જવા માટે  તેના ભાઈ ભાભી અને બહેન બનેવીને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-સુરતઃ પોતાના વિદાય સમારંભમાં 100થી વધુ લોકોને ભેગા કરવું PIને ભારે પડ્યું, પોલીસ કમિશ્નરે કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ-ગોધરાઃ પતિની ધોલાઈનો live video, કાલોલ બસ સ્ટેન્ડ પર પત્ની અને સાસુએ લફરાબાજ પતિન ધોઈ નાંખ્યોઆ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

જેથી તેના ભાઈ ભાભી તેને સાસરીમાંથી લઈ ગયા હતા. જો કે પંદર દિવસ સુધી ત્યાં રોકાયા બાદ ઘર માં બધા બીમાર હોવાનુ કહીને મહિલાનો પતિ તેણે લઈ ગયો હતો.
પરંતુ બાદમાં તેના સાસુ સસરા અને દિયર દ્વારા તું આઠ વર્ષનો દીકરો છોડીને અમારા પનારે પડી છે. તને રસોઈ બનાવતા નથી આવડતું, તારા પેટ માં જે બાળક છે તે અમારા દીકરાનું નથી તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલા એ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: May 28, 2021, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading