ખેડૂતે કેરીની નવી જાત 'અમૃતાંગ' શોધી, 18% ગ્લૂકોઝ અને 85% માવો વિશેષતા


Updated: June 7, 2020, 3:19 PM IST
ખેડૂતે કેરીની નવી જાત 'અમૃતાંગ' શોધી, 18% ગ્લૂકોઝ અને 85% માવો વિશેષતા
દેસાઈ પરિવાર કેરીની નવી નવી જાત શોધવા માટે જાણીતું છે.

વિસાવદરના દેસાઈ ખેડૂત પરિવારની આ કેરીની શોધના ઠેર ઠેર ચર્ચા છે. કેરીના રસિયાઓ ચોક્કસ વાંચે

  • Share this:
ફળોની રાણી કેરી લોકોમાં ખુબ પ્રિય છે. ગીરની કેસરથી લઇને મહારાષ્ટ્રની હાફુસ સુધી અને ઉત્તર પ્રદેશની લંગડોથી લઇને તોતાપુરી સુધી દરેક કેરીનાં નામ પાછળ રસપ્રદ કહાની હોય છે. કેરીનાં નામ સાથે રંગ,આકાર વજનની પણ કહાની હોય છે.કેરીની સીઝનમાં સોરઠની શાન કેસરને તો યાદ કરીએ જ છીએ પણ આપણે જાણીએ છીએ તેમ કેરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. આજે વાત કરવી છે.

વિસાવદર તાલુકાનાં દેસાઇ પરિવાર દ્વારા સંશોધીત અમૃતાંગ કેરીની. રતાંગ ગામનાં દેસાઇ પરિવાર દ્વારા અમૃતાંગ કેરીની જાત આપવામાં આવી છે.જૂનાગઢ નવાબે સરસઇ મહાલનાં આઠ ગામ ગોંડલ સ્ટેટને આપ્યા હતા.રતાંગ ખાતે અમૃતભાઇ ડાયાભાઇ દેસાઇએ પોતાની જમીનમાં આંબાની વિવિધ જાતોનું વાવેતર કર્યુ છે.

રતાંગનાં દેસાઇ પરિવારની આંબાની ફાર્મમાંથી કલમ તૈયાર કરવા બડ સ્ટીક લાવી નુતન કલમ દ્વારા અમૃતાંગ કેરીની જાત વિકસાવવામાં આવી હતી.અમેરીકાવાસી દેસાઇ પરિવારનાં રમેશભાઇ દેસાઇ કે જેઓ હાલ કોરોનાંના લીધે જૂનાગઢમાં રોકાયા છે.તેમણે કહ્યુ કે અમૃતાંગ સ્વાદ અને સોડમમાં બેસ્ટ છે.ખેડુતોને જે-તે સમયે આણંદ યુનિ. દ્વારા અમૃતાંગ જાત વાવવાની ભલામણ પણ આણંદ કૃષિ યુનિ. દ્વારા કરાઇ છે. આજે રતાંગ ખાતે દેસાઇ પરિવાર અને સંજયભાઇ વેકરીયાનાં ફાર્મમાં 15 ઝાડ છે. ઉપરાંત મધર પ્લાન્ટ માટે 100 જેટલા ઝાડ છે.આ કેરીના ભાવ ખુબ સારા ઉપજતા હોવાથી વિસાવદરનાં કાલસારી તેમજ કુતિયાણાનાં ખાગેશ્રી ગામે પણ અમૃતાંગનું વાવેતર થયુ છે.સંજયભાઇ વેકરીયા દ્વારા રતાંગ ખાતે હવે અમૃતાંગ કેરીની કલમો પણ વિકસાવવામાં આવી છે.

દેશી આંબાની જાતો સંગ્રહીત કરવા તેમજ તેને વિકસાવવાના હેતુથી કેરીની નવી જાતો શોધવામાં આવે છે. 1975માં શીડ(ગોઠલી) વગરની કેરીની જાતનું સંશોધન કરવાનાં પણ પ્રયાસો કરાયા હતા. અમૃતાંગ કેરીની સોડમ અને સુગંધ ખુબ સરસ હોવાની સાથે તેની ગોઠલી ખુબ જ નાની છે. માવાનું પ્રમાણ વધુ છે.
અમૃતાંગની વીશેષતા જોઇએ તો સ્વાદમાં એકદમ મીઠી અને  રૂછા બીલકુલ હોતા નથી. ગોઠલી એકદમ ચપટી અને નાની હોય છે. ફળની છાલ પાતળી, માવાનું પ્રમાણ 85 ટકા છે, ગ્લુકોઝનું પ્રમાણ 18 ટકા છે.ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ ત્રણ દિવસમાં ફળ પાકી જાય છે.પરીપક્વ થયા બાદ 15 થી 20 દિવસ સુધી બગડતી નથી. એવી આ અમૃતાંગ કેરી વિસાવદર તાલુકાના રતાંગનું સર્જન છે.
Published by: Jay Mishra
First published: June 7, 2020, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading