અમદાવાદ: હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જતા પહેલા જોઈલો આ સમાચાર, નહીં તો ભુખ્યા જ પાછા આવવું પડશે


Updated: September 23, 2021, 9:24 PM IST
અમદાવાદ: હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જતા પહેલા જોઈલો આ સમાચાર, નહીં તો ભુખ્યા જ પાછા આવવું પડશે
હોટલમાં જમવા માટે વેક્સીન સર્ટી બતાવવું પડશે (પ્રતિકાત્મક તસવીર)

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યાં છે. ત્યારે જો ધ્યાન નહીં રાખીએ વધારે કોરોના ફેલાશે અને સૌથી વધારે ખરાબ અસર આપણા ધંધા પર થશે.

  • Share this:
અમદાવાદ : હોટલ અને રેસ્ટોરન્ટમાં જો જમવા જવાનો પ્લાન બનાવતા હોય તો પહેલા તમારે વેક્સીન લેવી પડશે, જો વેક્સીન નહીં તો જમવાનું નહી. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને પત્ર લખીને જાણ કરવામાં આવી કે, હોટલમાં આવતા 18 વર્ષથી ઉપરના ગ્રાહકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરીને જ પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવા માટે અપનાવ્યો છે નવો નિયમ. હવે જો હોટેલમાં કે પછી રેસ્ટોરન્ટ કાફેમાં જમવું હશે તો વેક્સિન સર્ટીફીકેટ હોવું જરૂરી છે. આ અંગે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને પત્ર લખવામાં આવ્યો છે સાથે ચેતવણી પણ આપી છે કે જો હોટેલ આ નિયમ નું પાલન નહિ કરે તો કોર્પોરેશન દંડ કરી શકે છે. પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો હોટલમાં આવતા ગ્રાહકોએ વેક્સિનનો પ્રથમ અથવા બીજો ડોઝ ન લીધો હોય તો પ્રવેશ આપવાનો રહેશે નહીં.

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા હોટલના તમામ કર્મચારીઓના વેક્સિનેશન કરાવી લેવા સૂચના આપી છે. આ સાથે હોટેલના માલિકો અથવા તો મેનેજરોએ હોટલમાં આવતા 18 વર્ષથી ઉપરના તમામ ગ્રાહકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે. તેમણે હોટેલોને પત્રમાં એવું પણ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યાં છે. ત્યારે જો ધ્યાન નહીં રાખીએ વધારે કોરોના ફેલાશે અને સૌથી વધારે ખરાબ અસર આપણા ધંધા પર થશે.

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને પત્ર લખવામાં આવ્યો


AMTS-BRTS બસમાં બેસતા પહેલા સર્ટિ બતાવવાનું ફરજિયાત

AMTS અને BRTS બસમાં પણ ફરજિયાત વેક્સિનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી હોવાથી AMTS બસમાં કંડકટર ઉપરાંત બસમાં AMTSનો એક કર્મચારી મુકવામાં આવ્યો છે જે પણ પેસેન્જર બસ સ્ટેન્ડથી બસમાં બેસે એ પહેલાં તેની પાસે સર્ટિફિકેટ છે કે કેમ તે પૂછવામાં આવે છે. બસમાં બેઠેલા તમામ મુસાફરોનું વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે જો સર્ટિફિકેટ હોય તો જ તેને બસમાં બેસવા દેવામાં આવે છે.અમદાવાદમાં જાહેર સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની તમામ બિલ્ડીંગ અને જગ્યામાં આજે પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત કરી છે. જેને લઇ સોમવારે સવારથી જ શહેરના બગીચાઓ, AMTS અને BRTS બસમાં, AMC મુખ્ય ઓફિસ તેમજ સિવિક સેન્ટર સહિતની જગ્યાઓએ વેક્સિન લીધી હોવા અંગે ચેકિંગ શરૂ કર્યું હતું.
Published by: kiran mehta
First published: September 23, 2021, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading