અમદાવાદના ગીતાબેનની દર્દભરી કહાની : 14 વર્ષથી એમ્બ્યુલન્સ અને ડેડબોડી વેન ચલાવે છે, કેમ આ કામ કેમ પસંદ કર્યું?


Updated: March 8, 2021, 11:01 PM IST
અમદાવાદના ગીતાબેનની દર્દભરી કહાની : 14 વર્ષથી એમ્બ્યુલન્સ અને ડેડબોડી વેન ચલાવે છે, કેમ આ કામ કેમ પસંદ કર્યું?
ગીતા બેનની તસવીર

ગીતાબેને અત્યાર સુધીમાં 5 હજારથી દર્દી તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે. ગીતા બેન રાત્રે પણ કોલ મળતા તેમની એબ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓ ને નિયત સ્થળે પહોંચાડે છે.

  • Share this:
અમદાવાદઃ  આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Internation womens day) છે. આમ તો આજ કાલ મહિલાઓએ (womens) એવું કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું જેમાં મહિલાઓની ભૂમિકા અગ્રેસરનિન હોય. પરંતુ અહીં વાત છે એક એવી મર્દાની મહિલાની (Mardani mahila) કહાની. જે 14 વર્ષથી એમ્બ્યુલન્સ અને ડેડબોડી વેન (Ambulance and deadbody van) હંકારે છે. એમ્બ્યુલન્સ સેવા માટે પોતાનો ફોન રણકતા જ મહિલા એ કામ હાથમાં લઈ લે છે. તાત્કાલિક સારવાર માટે કણસતો દર્દી હોય કે હોસ્પિટલના બિછાને જિંદગી સાથેનો જંગ હારી ચૂકેલા દર્દીની ડેડ બોડી હોય.

અમદાવાદની આ મહિલા તેના પરિવાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ મહિલાએ અત્યાર સુધીમાં 5 હજારથી દર્દી તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે. અમદાવાદમાં રહેતા ગીતા બેન પુરોહિતની આ કહાની છે. જેઓ 14 વર્ષથી પર ખાનગી એમ્બ્યુલન્સ ચલાવે છે.

ગુજરાતમાં ઉત્તર થી લઈને દક્ષિણ  પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એબ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે. ગીતા બેન રાત્રે પણ કોલ મળતા તેમની એબ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓ ને નિયત સ્થળે પહોંચાડે છે. ડેડ બોડી વેન લઈને જવું અને તે પણ રાત્રે નીકળવું એ હિમતનું કામ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ

આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

આ કાર્ય  તેવો સતત 14 વર્ષ થી કરે છે. અત્યાર સુધી તેમને  5 હજારથી વધુ લોકો ની સેવા કરી છે.14 વર્ષ પહેલા ગીતા બેનને કેન્સર થયું હતું. અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક  વેદના અને તકલીફો સહન કરી હતી. તે તકલીફ કોઈને ના પડે તે માટે તેમને એબ્યુલન્સ ચલાવવા નું નક્કી કર્યું.આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

શરૂઆતમા ગીતાબેન  દર્દીઓને  લઈ જતા હતા અને ત્યાર બાદ તેમને ડેડ બોડી અટેન્ડ કરવાનું શરૂ કર્યું. કોરોના સમયમાં પણ અનેક કોરોના મૃતદેહો ને તેમને એબ્યુલન્સ થકી  નિયત સ્થળ પર પહોંચડયા છે. જોકે તેમને કોઈ પ્રકારનો ડર નથી.શરૂવાત મા ફેમેલી એ તેમના આ કામ ને વખોડયું હતું. અને તેમને આ કામ ના કરવા સલાહ આપી હતી. પણ ગીતા બેને આ કાર્ય ને સેવાનું કામ  માની ને આગળ વધ્યા હતા. અત્યારે ગીતા બેન નોમીનલ ચાર્જ લઈને આ સેવાકીય કાર્ય કરી રહયા છે.
Published by: ankit patel
First published: March 8, 2021, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading