અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! હિરોઈન બનવાના સપના બતાવી સગીરાને મુંબઈ બોલાવનાર બે ઝડપાયા


Updated: September 19, 2021, 9:49 PM IST
અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! હિરોઈન બનવાના સપના બતાવી સગીરાને મુંબઈ બોલાવનાર બે ઝડપાયા
મુંબઈથી પકડાયેલા આરોપીઓ તસવીર

Ahmedabad crime news: સગીરાએ (minor girl) મુંબઈ જવાનીનાં (Mumbai) પડતા આરોપીઓએ અશ્લીલ ફોટા (photos) મોકલી અને ગાળો લખી અમદાવાદથી (Ahmedabad news) ઉઠાવી જવાની ધમકી આપતા સગીરા અમદાવાદ ટ્રેન મારફતે બોમ્બે (Ahmedabad to mumbai by train) જવા નીકળી ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad news) ઘાટલોડિયામાં સગીરાને (Ghatalodia) મોડલિંગની લાલચ (lure of modeling) આપીને મુંબઈ (mumbai) બોલાવનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સગીરા ફસાય તે પહેલા જ સલામત શોધી કાઢી હતી. બાળકોના સોસીયલ મીડિયાના (social media) ક્રેઝનો આ કિસ્સો દરેક મા-બાપ માટે ચેતવણી રૂપ (warning case for parents) છે. ત્યારે  આ નબીરાઓનો સગીરાને બોલાવવા પાછળ શું ઈરાદો હતો તેને લઈને તપાસ શરૂ કરવામા આવી છે.

પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ બન્ને આરોપી આદિલ શેખ અને ઓવેજ શેખએ સગીરાને મોડલ બનાવવાની લાલચ આપીને મુંબઈલ બોલાવી હતી. પરંતુ પોલીસની સતર્કતાના કારણે સગીરાને વડોદરા રેલવે સ્ટેશનથી પોલીસે શોધી કાઢી હતી. આરોપીઓએ સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા  કેળવી મુંબઈ માં મોડેલિંગ અને ડાન્સિંગ માં ઓડિશનની લાલચ આપી મુંબઈ બોલાવી હતી.

આ બન્ને યુવકોની વાતમા આવીને સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. માતા-પિતાને દિકરી ઘરે નહિ હોવાની જાણ થતા પોલીસનો સંપર્ક કરવામા આવ્યો હતો. ઘાટલોડીયા પોલીસે ગણતરીના કલાકોમા સગીરા મુંબઈ પહોચે તે પહેલા જ વડોદરા રેલવે  સ્ટેશનથી શોધીને પરિવારનો સોપી હતી.

ઘાટલોડિયા પોલીસે મુંબઈના બાંદ્રા ખાતે થી આદિલ શેખ અને ઓવેજ શેખની ધરપકડ કરી છે.દોઢ વર્ષ પહેલાં સગીરા અને આરોપી આદિલ શેખ સોસીયલ મીડિયા મારફતે સંપર્કમા આવ્યા અને બન્ને વચ્ચે મીઠા સંબંધ શરૂ થયો હતો. આ દરમ્યાન આદિલનો મિત્ર ઓવેજ શેખે પણ સગીરા સાથે મિત્રતા કેળવી હતી.

આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

સગીરાને મોડલ બનવાનો શોખ હતો જેથી બન્ને આરોપીઓએ મોડલ બનાવવાનો વિશ્વાસ આપીને સગીરાને મુંબઈથી ખાતે મોડેલિંગ અને ડાન્સિંગનાં ઓડિશનની લાલચ આપી મુંબઈ બોલાવી હતી.જોકે સગીરાએ મુંબઈ જવાનીનાં પડતા આરોપીઓએ અશ્લીલ ફોટા મોકલી અને ગાળો લખી અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી આપતા સગીરા અમદાવાદ ટ્રેન મારફતે બોમ્બે જવા નીકળી ગઈ હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

પોલીસે જણાવ્યું કે આ બન્ને આરોપીઓ મુંબઈમા મજુરી કરે છે અને તે મધ્યમ પરિવારમાંથી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ તે લોકો વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ કેસમાં ખંભાત ના એક શખ્સ ની પણ સંડોવણી હોવાનું લાગતું હતું.

જોકે તપાસ દરમિયાન તે બાબતે કોઈ હકીકત મળી નથી છતાંય હજુ પોલીસની તપાસ શરૂ છે. ઘાટલોડીયા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ અગાઉ કોઈ યુવતી સાથે આ પ્રકારનુ કુત્ય કર્યુ છે કે નહિ તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: September 19, 2021, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading