ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પાર્ટીની દસ્તક! મમતા બેનર્જી હવે ગુજરાતમાં કરશે ખેલા 


Updated: July 21, 2021, 8:37 AM IST
ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પાર્ટીની દસ્તક! મમતા બેનર્જી હવે ગુજરાતમાં કરશે ખેલા 
મમતા બેનર્જીનું પોસ્ટર

ગુજરાતના રાજકારણમાં રસાકસીના એંધાણ, વિધાનસભાની ચૂંટણી પહેલા ચોથા પક્ષની એન્ટ્રી

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા મહેમાનોનું આગમન જોવા મળી રહ્યું છે. જોકે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે તમામ પક્ષો તૈયારીમાં લાગેલા છે. એવામાં વધુ એક પક્ષ ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) પગ પેસારાની તક શોધી રહ્યો છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતની રાજનીતિ તરફ વળી રહ્યા છે. એવામાં વધુ એક રાજકીય નેતા ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા તક શોધી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટીની દસ્તક સામે આવી છે. જે ગુજરાતના રાજકારણમાં મમતા બેનર્જીની (Mamta Banerjee) એન્ટ્રી થઇ રહી છે.

21 જુલાઈના એટલે આજે TMC શહીદ દિવસ મનાવી રહીં છે. આ દરમિયાન મમતા બેનર્જી વર્ચ્યુઅલી સંબોધન કરશે. જેને લઈને અમદાવાદના ગીતા મંદિર બસસ્ટેન્ડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર લાગ્યા છે. ગુજરાતમાં સ્ક્રીન પર મમતા બેનર્જીનું ભાષણ પ્રસારીત કરવામાં આવશે. ત્યારે આ મમતા બેનર્જીના પોસ્ટરથી રાજકારણ ગરમાયુ છે.

ગુજરાત HCએ પત્નીને IVF કરાવવા મરી રહેલા પતિનાં વીર્યનાં નમૂના ફ્રિઝ કરાવાવની આપી મંજૂરી

આ પહેલા અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં નવો પક્ષ મમતા બેનર્જીની પાર્ટી તૂણ મૂલ કોંગ્રેસ. જે TMCના હવે ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.ગુજરાતના રાજકારણ માટે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો ખેલ સર્જાય તેવા એંધાણ આવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના આ તળાવમાં છે અબજોનો ખજાનો, છતાં બહાર કાઢવાની કોઈ નથી કરતું હિંમત

પાછલા ઘણા વર્ષો સુધી ગુજરાતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો. જ્યારે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટી, ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો છે. આ બે નવી પાર્ટીઓના પગપેસારાથી ભાજપ ચિંતિત તો થયું જ હતું,25 વર્ષની પરિણીતા ચાર વર્ષનાં બાળક સાથે 18 વર્ષનાં પ્રેમીને મળવા બંગાળથી વિદ્યાનગર આવી અને પછી...એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પણ ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાની તક શોધી રહી હોય તેવા અણસાર આવી રહ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: July 21, 2021, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading