અમદાવાદ : કોરોનાના દર્દીને પહેલા દિવસથી જ ઉલ્ટા સુવાની સલાહ કેમ આપવામાં આવે છે, જાણો


Updated: April 17, 2021, 4:47 PM IST
અમદાવાદ : કોરોનાના દર્દીને પહેલા દિવસથી જ ઉલ્ટા સુવાની સલાહ કેમ આપવામાં આવે છે, જાણો
પ્રતિકાત્મક તસવીર

કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ફેફસામાં ઈન્ફેકશનની ઘટનાઓ સામે આવી રહી છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ફેફસામાં ઈન્ફેકશનની ઘટનાઓ સામે આવી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની માત્રા ઘટવાના કારણે શ્વાસોચ્છવાસમાં તકલીફ પડતી હોય છે. આવી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલી અનુભવાતી હોય છે. ત્યારે કોરોનાથી દાખલ થતાં દરેક દર્દીને ડોક્ટરો ઉલ્ટા સુવાની સલાહ આપે છે.

કોરોનાનો નવો સ્ટ્રેન ફેફસામાં ખૂબ ઝડપથી ઇન્ફેક્શન ફેલાવી રહ્યો છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. કોરોનાનું ઇન્ફેકશન થવાથી આપણા ફેફસામાં ન્યુમોનિયા થાય છે. ફેફસામાં પાણીના ભરાવા સાથે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગે છે. આવી તકલીફ દર્દીઓને ન થાય માટે જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવની તકલીફ સાથે દાખલ થાય છે તેને આ છાતીના ભાગેથી ઉલ્ટા સુવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો - રાજકોટ : દુકાનોમાં વેપારી કે ગ્રાહક માસ્ક વગર જોવા મળશે તો 7 દિવસ માટે દુકાન સીલ કરાશે

આ અંગે જાણીતા સિનિયર ફીજીશિયન ડો. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે કોરોના એક નવો નોવેલ વાયરસ છે. ઘણા બધા દર્દીઓમાં ફેફસાં પર અસર કરે છે. ફેફસાના પોસ્ટીરિયર અને વેઝલ એટલે કે પાછળના ભાગે બહુ અસર કરે છે. કોરોનામાં જો ન્યુમોનિયા હોય તો આ ભાગમાં તેનું સંક્રમણ વધારે જોવા મળે છે. રૂટિનમાં કોઈપણ વ્યક્તિ સીધા રહીને ઊંઘ લેતો હોય છે. પણ અમે બધા કોરોનાના દર્દીઓને ઊંધા એટલે કે પેટના ભાગે દબાણ આવે તે રીતે સુવાનું કહીએ છીએ.

આ પ્રકારે સુવાનું ફાયદો એ છે કે ફેફસાનો પોસ્ટીરિયર અને વેઝલ એટલે કે પાછળના ભાગે જ્યાં કોરોના વાયરસનું ઇન્ફેક્શન વધારે હોય ત્યાં ઓક્સિજન સપ્લાય વધારે થાય છે અને એ જગ્યાએ વધારે ઓક્સિજન મળે તો કોરોનામાં ન્યુમોનિયામાં હિલિંગના ચાન્સ વધી જાય છે. અમે તમામ હોમકેરના દર્દીઓને અને આઇસીયુના દર્દીઓને આ પ્રકારે સુવાની જાણકારી ખાસ આપીએ છીએ. માત્ર કોરોનાના દર્દીઓને જ નહીં રૂટિનના દર્દીઓને પણ આ પ્રકારે સુવાની સલાહ આપતા હોઈએ છીએ.
Published by: Ashish Goyal
First published: April 17, 2021, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading