અમદાવાદઃ વિકૃત પતિની કરતૂત! પતિ અશ્લિલ ફિલ્મો જોઈ પત્ની પાસે કરતો અપ્રાકૃતિક સેક્સની માંગણી, ના પાડતા પત્નીને મારતો

News18 Gujarati
Updated: October 18, 2021, 7:14 PM IST
અમદાવાદઃ વિકૃત પતિની કરતૂત! પતિ અશ્લિલ ફિલ્મો જોઈ પત્ની પાસે કરતો અપ્રાકૃતિક સેક્સની માંગણી, ના પાડતા પત્નીને મારતો
પ્રતિકાત્મક તસવીર shutterstock

Ahmedabad crime news: વિકૃત પતિ પોર્ન ફિલ્મો (husband watch porn films) જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માંગણી (Husband's unnatural sex demand) કરતો હતો જો પત્ની આ અંગે વિરોધ કરતી તો તેને માર મારતો હતો.

  • Share this:
અમદાવાદઃ અત્યારના ભદ્રસમાજમાં ઘરેલું હિંસાના (Domestic violence) કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. પરિણીતાઓ (Harassmnet on married woman) ઉપર દહેજ કે અન્ય કિસ્સામાં સાસરિયાઓ અને પતિ દ્વારા ત્રાસ આપવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પરિણીતાઓ ઉપર ત્રાસ આપવાની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાતી રહે છે. ત્યારે આવી જ એક ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં (wife complaint against husband in ahmedabad) ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ પ્રમાણે વિકૃત પતિ પોર્ન ફિલ્મો જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માંગણી (Husband's unnatural sex demand) કરતો હતો જો પત્ની આ અંગે વિરોધ કરતી તો તેને માર મારવાનો આરોપ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

પત્ની અપ્રાકૃતિક સેક્સનો વિરોધ કરતી તો પતિ માર મારતો
શરમજનક ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં 45 વર્ષીય મહિલા પોતાના પતિ અને પરિવાર સાથે રહે છે. 45 વર્ષીય પરિણીતાએ નવરંગુપાર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિલા ખાનગી કંપનીમાં કામ કરે છે જ્યારે તેનો પતિ આઈટી કંપની ચલાવે છે. તેનો પતિ તેણી સાથે અપ્રાકૃતિક સેક્સ અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

પતિએ લગ્ન બાદ નાની નાની બાબતોમાં મારઝૂડ કરવાનુ શરુ કર્યું
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેનો પતિ તેના ઉપર નાની નાની અને સામાન્ય બાબતોમાં તેની સાથે મારઝૂડ કરવાનું શરુ કર્યું હતું. મહિલાનું જણાવવું છેકે પતિ જ્યારે અપ્રાકૃતિક સેક્સ કરવા માટે દબાણ કરતો અને જો મહિલા તેનો વિરોધ કરતો તો તેને માર મારતો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યોપતિ અશ્લિલ ફિલ્મો જોઈને પ્રભાવમાં આવી કરતો પત્ની પર અપ્રાકૃતિક સેક્સનું દબાણ
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ અશ્લિલ ફિલ્મો જોઈને તેના પ્રભાવમાં આવીને અપ્રાકૃતિક સેક્સ કરવા માટે પત્ની ઉપર દબાણ કરતો હતો. મહિલાના આધારે પોલીસે 377 અને ઘરેલું હિંસા હેઠળ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

થોડા દિવસ પહેલા જ ઘરેલું હિંસાની બની હતી ઘટના
ફતેહવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના સાસરિયાએ લગ્નનાં બે વર્ષ સુધી સારી રીતે રાખેલ બાદમાં તેના સાસુ સસરા નાની નાની બાબતોમાં કામકાજ માં વાંક કાઢી ને હેરાન પરેશાન કરવા લાગેલ. કામ કાજમાં કઈ ભૂલ થઈ જાય તો તું તારા માં બાપને ત્યાંથી કશું શીખીને નથી આવી, તેને કઈ કામ કરતા નથી આવડતું કહીને મેણા ટોણા મારતા હતા. અને તારે તારામાં બાપને ત્યાં જવાનું નથી અહીં જ રહેવાનું છે તેમ કહીને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો

જો કે આ બાબતની જાણ પરિણીતા તેના પતિને કરે તો તેના પતિ ઘરમાં રહેવું હોય તો બધું સહન કરવું પડશે તેમ કહીને તેની સાથે મારઝૂડ કરતા હતા. તેમના વતન માં ફંકશન માં જવાનું હતું જો કે પરિણીતાએનાં પડતા તેના પતિ અને સાસુ સસરાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અને આજે સવારે તેની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને તેના પતિએ તેને ગળદાપાટુનો મારી મારી પટ્ટા વડે માર માર્યો હતો.
Published by: ankit patel
First published: October 18, 2021, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading