અમદાવાદ: પતિએ બબાલ કરીને પત્નીને કરી લોહીલુહાણ, આખલાની જેમ માથું અથડાવ્યું


Updated: September 10, 2021, 7:38 AM IST
અમદાવાદ: પતિએ બબાલ કરીને પત્નીને કરી લોહીલુહાણ, આખલાની જેમ માથું અથડાવ્યું
પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ (પ્રતીકાત્મક તસવીર)

Ahmedabad news: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

  • Share this:
અમદાવાદ: તમે રસ્તા પર આખલા (Bull fight) એકબીજા સાથે માથા ભટકાવતા હોવાના દ્રશ્યો અનેક વખત જોયા હશે. અમદાવાદ શહેરમાં આખલા નહીં પરંતુ એક પતિએ તેની પત્ની સાથે માથું અથડાવીને તેણીને લોહીલુહાણ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આવી રીતે બબાલ કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ (Ahmedabad domestic violence complaint) નોંધાવી છે. પતિએ ઝગડો કરી પોતાનું માથું પત્ની સાથે ભટકાવતા પત્ની લોહીલુહાણ થઈ ગઈ હતી. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ પોલીસ ફરિયાદ (Ahmedabad police) નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

જુહાપુરામાં રહેતી 35 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2013માં થયા હતા. હાલ મહિલાને સંતાનમાં બે બાળક છે. પતિ વિશાલા સર્કલ (Vishal circle) પાસે જીમ ધરાવે છે. લગ્ન બાદ મહિલા સાસરે રહેવા ગઈ તો તેને સસરિયાઓએ પાંચેક વર્ષ સારી રીતે રાખી હતી. બાદમાં ઘરકામમાં વાંક કાઢી સાસુ-સસરા તેણીને ત્રાસ આપવા લાગ્યા હતા. આટલું જ નહીં, સાસુ સસરા ફરિયાદી મહિલાના પતિને ચઢામણી કરી માર પણ મારતા હતા. અવારનવાર મહિલાનો પતિ તેને બીભત્સ ગાળો બોલી ઝઘડા કરતો હતો. અવારનવાર ઘરકામ બાબતે પતિ સાસુ-સસરા આ મહિલા સાથે ઝઘડો (Husband-wife fight) કરતા હતા.

આ પણ વાંચો: સુરત: ચોરને પકડવા જતાં યુવકે ગુમાવ્યો જીવ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

બુધવારના રોજ મહિલા અને તેનો પતિ ઘરે હતા. ત્યારે તેના પતિએ તેની સાથે ઘરકામ બાબતે બબાલ કરી હતી. બબાલ કરતાં કરતાં પતિ એટલો આવેશમાં આવી ગયો હતો કે તેણે પત્નીને માથું ભટકાવી માર માર્યો હતો. પતિએ આખલાની જેમ માથું ભટકાવતા મહિલાને ઈજાઓ થઈ હતી અને માથામાંથી લોહી નીકળ્યું હતું.

આ પણ વાંચો: 80 વર્ષના વૃદ્ધે 33 વર્ષીય યુવકને તેની પત્ની સાથે સૂવા માટે રૂ. 10,000ની ઑફર કરી, જાણો પછી શું થયું....

મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને મહિલાને પતિના મારથી બચાવી 108ને જાણ કરી હતી. બાદમાં મહિલાને એલ.જી. હૉસ્પિટલ (L.G. Hospital- Ahmedabad) ખાત દાખલ કરીને સારવાર કરાવી હતી. બીજી તરફ કોઈએ મહિલાના ભાઈને જાણ કરી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને આખરે મહિલાએ પોલીસ સમક્ષ રજૂઆત કરતા પોલીસે મહિલાના પતિ, સાસુ અને સસરા એમ ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 10, 2021, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading