મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર પાલિકામાં વર્ષો બાદ ભગવો લહેરાયો 


Updated: October 21, 2021, 3:57 PM IST
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર પાલિકામાં વર્ષો બાદ ભગવો લહેરાયો 
ભાજપનો ભગવો લહેરાયો

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર પાલિકા કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અને વર્ષોથી નગર પાલિકા કોંગ્રેસ સાસિત રહી છે એને કોંગ્રેસ પાસે કુલ ૧૫ સભ્યો હતાં અને ભાજપ પાસે કુલ ૧૧ સભ્યો હતાં અને એક અપક્ષ હતી જે પ્રમાણે કોંગ્રેસ પાસે સંખ્યા બળ હતુ તે મુજબ કોંગ્રેસનુ સાશન આવશે પણ છેલ્લી ઘડીએ એ કોંગ્રેસનાં ત્રણ સભ્યો સહિત એક અપક્ષનો સભ્ય ભાજપ તરફી મતદાન કરતા લુણાવાડા નગર પાલિકામાં  ભગવો લહેરાયો છે

  • Share this:
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર પાલિકા કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અને વર્ષોથી નગર પાલિકા કોંગ્રેસ સાસિત રહી છે એને કોંગ્રેસ પાસે કુલ ૧૫ સભ્યો હતાં અને ભાજપ પાસે કુલ ૧૧ સભ્યો હતાં અને એક અપક્ષ હતી જે પ્રમાણે કોંગ્રેસ પાસે સંખ્યા બળ હતુ તે મુજબ કોંગ્રેસનુ સાશન આવશે પણ છેલ્લી ઘડીએ એ કોંગ્રેસ નાં ત્રણ સભ્યો સહિત એક અપક્ષનો સભ્ય ભાજપ તરફી મતદાન કરતા લુણાવાડા નગર પાલિકામાં  ભગવો લહેરાયો છે

છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાઈ ગયા છે આજે આ પદ માટે સાતમાં પ્રમૂખ ભાવનાબેન જયદીપભાઈ મહેતાની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી છે ભાજપના સાતમાં મહીલા પ્રમૂખ ની વર્ણી કરવામાં આવતાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસનાં ત્રણ સભ્યો 1 જીજ્ઞેશભાઇ પંડ્યા, 2 ચેતના જોશી અને 3 અપેક્ષાબેન શાહ અને અપક્ષ માંથી ચોથા રશિદાબેન દાવલ અને પાંચમાં આબીદાબેન શેખ આમ પાંચ જેટલા સભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું. જેથી વર્ષો બાદ લુણાવાડા નગર પાલિકા ભાજપની બની છે

બિજી તરફ કોંગ્રેસ નાજ ચાર સભ્યો ભાજપમાં મતદાન કરતાં કોંગ્રેસ સભ્યો પર કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કોંગ્રેસ શહેર પ્રમૂખ સુરેશભાઈ પટેલ દ્વારા  કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષે તેમને નામના અને ટીકીટ આપી તેવાં કોંગ્રેસનાં જ ત્રણ સભ્યો પક્ષ પલટો કરતાં અમારી સત્તા આવી નથી અને ભાજપ બહેલાવી ફોસલાવીને અમારા ત્રણ સભ્યોને ભાજપ ખેંચ્યા છે અમે આ ત્રણ સભ્ય સામે પ્રદેશમાં રજૂઆત કરી તેમને સસ્પેન્ડ કરવા માંટેની માંગણી કરીશું .

લુણાવાડા નગરપાલિકા પોલિટિકલ ડ્રામા-
સાડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાયા છે અને 7 માં પ્રમુખ પર અવિશ્વાસ ની દરખાસ્ત પણ પસાર કરી હવે 7 માં પ્રમુખ કોણ બનશે તેના પર લોકો ની મીટ મંડાયેલી જોવા મળી રહી છે     લુણાવાડા નગરપાલિકાના પોલિટિકલી ડ્રામાના કારણે નગરના લોકો હેરાન પરેશન થઈ ગયા છે સત્તા ધારી પક્ષ પોતાની પાર્ટીના પ્રમુખ બનાવવા માટે અનેક ડ્રામા કરી ચુક્યો છે. જેના કારણે પાછલા સડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાઇ ગયા છે અને બીજા દોઢ વર્ષમાં શું થશે ? જેવા અનેક સવાલો નગરના લોકોમાં જોવા મળ્યા છે. ત્યારે બ્રિન્દાબેન શુકલ NCP માંથી ચૂંટાયા બાદ ભાજપના સક્રિય સભ્ય બન્યા હતા

બીજેપીના ત્રણ સભ્યો દ્વારા NCPનાં પ્રમુખ બ્રિનદાબેન શુકલને ટેકો જાહેર કરતાં કોર્પોરેટર પ્રીતિબેન સોની દ્વાર અરજી કરતાં પ્રમુખ બ્રિનદાબેન શુકલ તથા ભાજપમાંથી ચૂંટાયેલા હીનાબેન ભોઈ, જયશ્રીબેન ડાભી અને કેતનકુમાર ડોડીયારને ગુજરાત રાજ્યના નામો દિઠ અધિકારી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. બાદ તેઓ સભ્ય પદેથી સસ્પેન્ડ થાય હતા જેના કારણે ઉપપ્રમુખ મીનાબેન પંડ્યાએ ચાર્જ સાંભળ્યો હતોત્યાર બાદ બ્રિનદાબેન શુકલ હાઇકોર્ટમાં જત તેમને સાંભળ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે તેવું હાઇકોર્ટને તેઓના વકીલ દ્વારા જણાવતા હાઈકોર્ટ દ્વારા 25 તારીખ સુધી તેઓને સ્ટે આપી નીચલી કક્ષાની ફોર્મેલિટી પુરી કરવા જણાવતાં ફરી એક વાર બ્રિનદાબેને લુણાવાડા નગરપાલિકાનો પ્રમુખ પદનો ચાર્જ   સાંભળ્યો છે ત્યારે સડા ત્રણ વર્ષમાં 6 પ્રમુખો બદલાતાં આજે વર્ષો બાદ લુણાવાડા નગર પાલિકા માં ભગવો લહેરાયો છે
Published by: Margi Pandya
First published: October 21, 2021, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading