અંકલેશ્વર Hit&Runનો CCTV Video, ઈકોની ટક્કરે માત્ર પાંચ સેકન્ડમાં મહિલાનું મોત

News18 Gujarati
Updated: July 14, 2021, 7:48 PM IST
અંકલેશ્વર  Hit&Runનો CCTV Video, ઈકોની ટક્કરે માત્ર પાંચ સેકન્ડમાં  મહિલાનું મોત
ઈકો કારે મહિલાને અડફેટે લેતા મહિલા ફૂટબૉલની જેમ ફંગોળાઈ

Ankleshwar Hit and Run video : અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા પાસે થયેલા હીટ એન્ડ રનનો લાઇવ વીડિયો, જુઓ કેવી રીતે થઈ કરૂણ ઘટના

  • Share this:

અંકલેશ્વર : અંકલેશ્વરમાં આજે એક હીટ એન્ડ (Ankleshwar Hit and Run) રનની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના ગડખોલ (Gadkhol Patiya) પાટિયા પાસે આજે એક રાહદારી મહિલાને અજાણી કારે ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળશે જ મોત થયું છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલાની હજુ ઓળખ થઈ નથી પરંતુ ઘટના સીસીટીવી વીડિયોમાં ( CCTV Video) કેદ થતા સામે આવી છે.


બનાવની વિગતો એવી છે અંકલેશ્વરના ભરૂચ રોડ પર આવેલા ગડખોલ પાટિયા પાસે આજે એક નવનિર્મિત રેલવે ફાટક પાસે એક હીટ એન્ડ રનની ઘટના ઘટી છે. અહીંયા ટી બ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક આશરે 45 વર્ષીય મહિલાનું મોત થયું છે. મહિલાના મોતના પગલે રાહદારીઓમાં અરેરાટી છૂટી ગઈ હતી.

આ પણ વાંચો : વડોદરા : ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો CCTV Video, આંખમાં મરચાની ભુકી નાખી સોનું લૂંટાયું

સીસીટીવી વીડિયોમાં કેદ થયેલી ઘટના મુજબ મહિલાને અજાણી ઈકો કારે ટક્કર મારતા મહિલા ફૂટબૉલની જેમ 5-6 ફૂટ હવામાં ઉછળી હતી અને ત્યારબાદ ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. મહિલાને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલાં મોત થઈ ગયું હતું.આ પણ વાંચો : થરાદ : પે સેન્ટરના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના PHOTOS Viral, તપાસના આદેશ

ઘટનામાં મહિલાને 5 સેકન્ડમાં મોત મળતા અરેરાટી છૂટી ગઈ છે. એક નિર્દોષ મહિલાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે રસ્તે જતા તેને મોત મળશે ત્યારે બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો :  સુરત : પેટ્રોલ પમ્પમાં મારામારીનો Live video, યુવક પોલીસને સોંપ્યા બાદ શંકાસ્પદ મોત, હત્યાનો ગુનો દાખલ

પોલીસે ફરાર ઈકો કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. અંકલેશ્વર શહેર પોલીસ આ અજાણ્યા ઈકો કાર ચાલકની શોધ કરી રહી છે ત્યારે મહિલાની તપાસ કરી અને તેના પરિવારજનો શોધવાની કોશિષ કરી રહી છે. ત્યારે સીસીટીવી વીડિયોના આધારે જ આ કાર ચાલકની ઓળખ થાય તેવી શક્યતા છે.
Published by: Jay Mishra
First published: July 14, 2021, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading