વડોદરા : વેપારીઓ આવા લવરમૂછિયાઓથી ચેતજો! નકલી નોટ વટાવવાનો ખેલ ઝડપાયો

News18 Gujarati
Updated: June 21, 2021, 10:04 PM IST
વડોદરા : વેપારીઓ આવા લવરમૂછિયાઓથી ચેતજો! નકલી નોટ વટાવવાનો ખેલ ઝડપાયો
નકલી નોટ વટાવી રહેલો લવરમૂછિયો અને મહિલાની તસવીર વીડિયો ગ્રેબમાંથી

vadodara Fake Currency Case : કરિયાણાની સામાન્ય દુકાનમાં સિગારેટ લેવા આવ્યો હતો લવરમૂછિયો, પાછળ કારમાં બેઠો હતો 'પત્રકાર'

  • Share this:
વડોદરા : રાજ્યના વડોદરા (vadodara) શહેરમાંથી નકલી નોટ વટાવાનો (fake Currency) એક ગજબનો ખેલ ઝડપાઈ ગયો છે. અહીંયા છાણી (Chani) વિસ્તારમાં આવેલી એક કરિયાણાની સામાન્ય દુકાનમાં સિગારેટનું પેકેટ લઈ અને પૈસા વટાવા આવેલો લવરમૂછિયો સ્થાનિકોની સતર્કતાના કારણે ઝડપાઈ ગયો છે. જોકે, વાત ત્યારે રસપ્રદ બની જ્યારે આ લવરમૂછિયો ઝડપાતા તેનો આકા બની બેઠેલો પત્રકાર (Journalist) સામે આવ્યો હતો.

બનાવની વિગતો એવી છે કે આ વડોદરાના છઆણી અને નવાયાર્ડ વચ્ચે આવેલી પ્રોવિઝિનની દુકાનમાં એક શખ્સ નકલી નોટો સાથે આવ્યો હતો. દુકાનદાર મહિલા તેને વટાવલી રહી હતી ત્યારે અચાનક પાછળથી એક જાગૃત નાગરિક આવ્યો અને તેણે આ મહિલાને નોટ ચેક કરવા કહ્યું હું. નોટ ચેક કરતાની સાથે જ આ નોટ નકલી નીકળી હતી. આ મહિલા અને યુવકે નોટ વટાવવા આવેલા લવરમૂછિયાને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

જોકે, આ બબાલ શરૂ હતી ત્યાં જ ભરૂચની કારમાંથી એક 'પત્રકાર' ઉતર્યો હતો. કારમાંથી ઉતરેલા આ શખ્સે મહિલાને ડરાવવાની કોશિષ કરી હતી. તેણે કહ્યું શું છે હું પત્રકાર છું આ છોકરો મારી સાથે છે. જોકે, લોકોએ હલ્લો મચાવતા બંને ઝડપાઈ ગયા હતા. આ શખ્સની કારમાંથી 500 રૂપિયાની નોટના રૂપિયા 27000ના બંડલ મળી આવ્યા હતા.

દુકાનદાર સાથે સ્થાનિકોએ આ બંને ઠગને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ હાલમાં આ મામલે એક પત્રકાર અને એક સગીરની પૂછપરછ કરી રહી હતી. લાઇવ વીડિયોમાં ઝડપાયેલો આ શખ્સ સગીર છે અને તેની સાથે આવેલો બની બેઠેલો પત્રકાર કોણ છે તેની તપાસ શરૂ છે. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ પત્રકારની ઓળખ આપનાર શખ્સ ભરૂચના પાલેજનો રહેવાસી હોવાનું અને કોઈ ચોપાનીયું ચલાવતો હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો

જોકે, અહીંયા લાઇવ વીડિયોમાં જ આ શખ્સ નોટ વટાવતો ઝડપાયો હતો પરંતુ તે સગીર હોવાની આશંકાએ તેની ઓળખ દર્શાવી નથી. વધુ માહિતી અને ખુલાસાઓ તો પોલીસની પૂછપરછ બાદ થશે પરંતુ દરેક શહેરમાં વેપારીઓએ આ પ્રકારે ચેતવું જરૂરી છે બાકી આ બેકારીના સમયમાં આવા કિસ્સાઓ સામે આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
Published by: Jay Mishra
First published: June 21, 2021, 10:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading