વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો

News18 Gujarati
Updated: July 12, 2021, 9:53 PM IST
વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો
વડોદરા પોલીસનો અમાનુષી અત્યાચાર સીસીટીવી વીડિયોમાં કેદ

Vadodara Police Beaten Viral Video : વડોદરાના વડસર રોડ પર પાનના ગલ્લા વાળાને માર મારવો પોલીસ કોન્સ્ટેબલને ભારે પડ્યો, કૉન્સ્ટેબલ સસ્પેન્ડ

  • Share this:
વડોદરા : વડોદરા (Vadodara) શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં વડસર (Vadsar) વિસ્તારમાં આવેલી એક પાનની (Paan shop) દુકાનમાં રાત્રે પોલીસ કોન્સ્ટેબલોએ દુકાનવાળાને (Panwala Beaten) માર માર્યાની ઘટના સામે આવી હતી. જોકે, આ વીડિયો (Video) સોશિયલ મીડિયામાં એટલી હદે વાયરલ (Viral) થયો કે આખરે આ બંને કોન્સ્ટેબલને (constables) સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો છે. વડોદરાના DCP ઝોન-3 દ્વારા આ અંગે તપાસ સોંપવામાં આવી હતી જેમાં એસીબી કુંપાવતની તપાસના અંતે આ બંને જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનાનો સીસીટીવી વીડિયો (Viral CCTV Video) વડોદરામાં વાયરલ થયો છે.

બનાવની વિગતો એવી છે કે વડોદરાના છેવાડાના વિસ્તાર એવા વડસર બ્રીજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે. ગત રોજ રાત્રિના 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. તેવામાં માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં, ત્યારબાદ તેને જમીન પર પટકીને લાતો મારી હતી.

આ બંને પોલીસ 'દાદા'ઓનો એટલેથી પેટના ભરાયું તો પોલીસ કોન્સ્ટેબલોએ દુકાનનું શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. જોકે પોલીસ કર્મીઓના મારથી થાકી ચુકેલા દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા છતાંય તેઓ માર મારતા રોકાયા ન હતા.

આ પણ વાંચો : સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી

સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. અને પ્રથમ બંને સામે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ડાંગ : આ શક્તિવર્ઘક ઔષધિની ખેતી કરી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા, 1200-1400 રૂ. કિલોનો ભાવ

દરમિયાન પીડિત દુકાનદાર જૈસિંગ ભાઈએ જણાવ્યું કે 'હું હાથ જોડીને પોલીસને વિનંતી કરતો રહ્યો કે સાહેબ મારો નહીં ભૂલ થઈ ગઈ છે, છતાં તે લોકો મને માર મારતા રહ્યા હતા.' આ ઘટના બાદ જૈસિંગ ભાઈને એસએસજી હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

આ પણ વાંચો : વડોદરા : પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની સ્વીટી પટેલ લાપતા, એક મહિનો થયો છતા ન મળી આવતા રહસ્ય ગૂંચવાયું

પાનની દુકાન ચલાવતા આ વ્યક્તિ આમ પણ કોરોનાવાયરસના લોકડાઉનથી પરેશાન હતા તેવામાં પોલીસના અમાનુષી અત્યાચારનો ભોગ બનતા વડોદરા પોલીસના અમાનવીય ચહેરાનો પરિચય આપ્યો છે. ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાર્યવાહ કરવાની ફરજ પડી છે.

(ઈનપૂટ : અંકિત, ઘોનસિકર, વડોદરા)
Published by: Jay Mishra
First published: July 12, 2021, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading