લગ્નના 4 દિવસ બાદ સાસરીના લોકોએ વહૂઓ ઉપર ગુજાર્યો ત્રાસ, બળજબરી કરાવ્યા વર્જીનિટી ટેસ્ટ, પછી આપ્યા તલાક

News18 Gujarati
Updated: April 11, 2021, 7:39 PM IST
લગ્નના 4 દિવસ બાદ સાસરીના લોકોએ વહૂઓ ઉપર ગુજાર્યો ત્રાસ,  બળજબરી કરાવ્યા વર્જીનિટી ટેસ્ટ, પછી આપ્યા તલાક
પ્રતિકાત્મક તસવીર

મામલો માત્ર તલાક પુરતો જ ખતમ નથી થતો. બહેનાઓ મહારાષ્ટ્રના અંધશ્રદ્ધા નિવારણ સમિતિનો દરવાજો ખટખટાવ્યો હતો.

  • Share this:
કોલ્હાપુરઃ મહારાષ્ટ્રમાં (Maharashtra) બે બહેનોએ પોતાના સાસરિયા ઉપર આરોપ લગાવ્યો હતો કે તેના ચાર દિવસ બાદ જ સાસરિયાના લોકો તેમનના ઉપર ત્રાસ (domestic violence) ગુજારવાનું શરૂ કર્યું હતું કે, મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ બે બહેનોને વર્જિનીટી ટેસ્ટ (Virginity test) કરાવ્યો હતો. એટલું જ નહીં તેમનો કથિત રીતે ટેસ્ટ ફેલ થતાં પતિએ તલાક આપી દીધા હતા. પતિને કમ્યુનિટી પંચાયત (Community Panchayat) તરફથી તલાકની (talaq) મંજૂરી મળી હતી.

એક બહેને પોલીસને પત્ર લખીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું કે, જેમાં લખ્યું હતું કે, તેમણે કર્ણાટકના બેલગામમાં લગ્ન કર્યા અને લગ્નના ચાર દિવસ બાદ સાસરીના લોકો તેમના ઉપર ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંને બહેનોનો વર્જિનીટી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પાંચમાં દિવસે કર્ણાટકથી કોલ્હાપુર પરત મોકલી દીધી હતી.

નવેમ્બર 2020માં કોલ્હાપુરના કંજરભાટ સુમદાયની બે બહેનોના લગ્ન એક જ સમાજમાં થયા હતા. જો પીડિતાની માનીએ તો તેમના પરિવારના લોકોએ ખુબ જ સમજાવી પરંતુ એ કોલોએ એક ન સાંભળી ફેબ્રુઆરી મહિનામાં કમ્યુનિટી પંચાયતે તલાકની જાહેરાત કરી દીધી હતી.

મામલો માત્ર તલાક પુરતો જ ખતમ નથી થતો. બહેનાઓ મહારાષ્ટ્રના અંધશ્રદ્ધા નિવારણ સમિતિનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યારબાદ બંને બહેનોએ પોતાના પતિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મામલાની ગંભીરતા જોતા પોલીસ તરત જ એક્સન મોડમાં આવી હતી. પોલીસે સાસરીના લોકો સહતિ 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. બહેનો પોતાના પતિઓ ઉપર રેપની ફરિયાદ માંગ કરી રહી છે.
Published by: ankit patel
First published: April 11, 2021, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading