કેરળમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના વાયરસથી પીડિત, ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 39એ પહોંચી

News18 Gujarati
Updated: March 8, 2020, 12:26 PM IST
કેરળમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના વાયરસથી પીડિત, ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 39એ પહોંચી
પરિવારના ત્રણ સભ્યો હાલમાં જ ઇટલીથી પરત ફર્યા હતા, પણ તેમણે એરપોર્ટ પર પોતાના પ્રવાસની વિગતો છુપાવી હતી

પરિવારના ત્રણ સભ્યો હાલમાં જ ઇટલીથી પરત ફર્યા હતા, પણ તેમણે એરપોર્ટ પર પોતાના પ્રવાસની વિગતો છુપાવી હતી

  • Share this:
નવી દિલ્હી : કેરળ (Kerala)માં એક પરિવારનાં પાંચ સભ્યોને કોરોના વાયરસ (Coronavirus)થી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે. તેની સાથે જ દેશમાં આ ખતરનાક વાયરસ (COVID 19)થી પીડિતોની સંખ્યા વધીને 39 સુધી પહોંચી ગઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, પરિવારના ત્રણ સભ્યો હાલમાં જ ઇટલીથી પરત ફર્યા હતા, જ્યાં કોરોના વાયરસનો ઘણો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસથી પીડિત પાંચ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ સંક્રમિત લોકોને પટનમથિટ્ટા હૉસ્પિટલમાં અલગ અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. શનિવાર રાત્રે તેઓ વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.

કેરળની સ્વાસ્થ્ય મંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું કે, પરિવારે એરપોર્ટ પર પોતાના પ્રવાસની જાણકારી નહોતી આપી અને આ કારણે તેમણે તપાસ પણ નહોતી કરાવી. તેઓએ જણાવ્યું કે, તેઓ શરૂઆતમાં તો હૉસ્પિટલમાં દાખલ થવા તૈયાર નહોતા. અમારે મહાપરાણે તેમને સમજાવવા પડ્યા.

આ પણ વાંચો, શું કોરોના વાયરસથી બચવા માટે દારૂ કારગર છે? WHOએ જણાવી હકીકત

તેના વિશે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બાળકો અને તેમના માતા-પિતા હાલમાં જ ઈટલીથી પરત ફર્યા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓએ કેટલાક સંબંધીઓ સાથે મુલાકાત કરી. તેમની સંબંધીઓ પણ બીમારીના લક્ષણ બાદ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને આઇસોલેશન વોર્ડમા રાખવામાં આવ્યા છે. બીજી તરફ ઈટલીથી પરત ફરેલા પરિવારને પણ બાદમાં અલગ-અલગ રાખવામાં આવ્યા.

આ પહેલા પણ રાજ્યમાં ત્રણ લોકો વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનના વુહાનથી મેડિકલનો અભ્યાસ કરી રહેલા એ ત્રણ સ્ટુડન્ટ્સને સારવાર બાદ હૉસ્પિટલથી રજા આપવામાં આવી હતી.આ પણ વાંચો, ઈરાન : શબઘરોની બહાર કાળા કપડામાં 'લાશોના ઢગલાં', દફનવિધિ ન કરવાનું કારણ શું?

Published by: Mrunal Bhojak
First published: March 8, 2020, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading