હોટલમાં રોકાયેલી યુવતીઓની બાજુમાં ઊંઘી ગયો વેઈટર, યુવતીઓને જાણ થઈ અને...


Updated: September 27, 2022, 2:50 PM IST
હોટલમાં રોકાયેલી યુવતીઓની બાજુમાં ઊંઘી ગયો વેઈટર, યુવતીઓને જાણ થઈ અને...
હોટલમાં સૂઈ રહેલી યુવતીઓ સાથે વેઈટર આવીને સૂઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ

khandwa news: યુવતીઓ હોટલમાં સૂઈ રહી હતી, તે સમયે હોટલનો વેઈટર તેમના રૂમમાં આવીને તેમના બેડ પર સૂઈ ગયો. સવારે યુવતીઓની આંખ ખુલી તે સમયે હોટલનો વેઈટર તેમના બેડ પર સૂઈ રહ્યો હતો. ત્યારબાદ આ બંને યુવતીઓએ 100 નંબર ડાયલ કરીને પોલીસને આ વાતની જાણકારી આપી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ ભોપાલમાં બે કાર્યરત યુવતીઓ ઓફિસના કામથી ખંડવા (khandwa news) ગઈ હતી. આ યુવતીઓ રાત્રે આરામ માટે જે હોટલમાં રોકાઈ હતી, ત્યાં તેમની સાથે છેડછાડ થઈ છે. આ મામલે જણાવવામાં આવી રહ્યું છે કે, આ યુવતીઓ સૂઈ રહી હતી, તે સમયે હોટલનો વેઈટર તેમના રૂમમાં આવીને તેમના બેડ પર સૂઈ ગયો. સવારે યુવતીઓની આંખ ખુલી તે સમયે હોટલનો વેઈટર તેમના બેડ પર સૂઈ રહ્યો હતો. ત્યારબાદ આ બંને યુવતીઓએ 100 નંબર ડાયલ કરીને પોલીસને આ વાતની જાણકારી આપી હતી. આ યુવતીઓએ વેઈટરની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ આરોપી વેઈટર સામે છેડછાડની ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી બુરહાનપુરનો રહેવાસી છે


ત્યારબાદ પોલીસે હોટલના માલિક અને તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસ સ્ટેશનમાં આ તમામ લોકોની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી છે. શનિવારની રાત્રે ભોપાલથી આવેલી બે યુવતીઓ હોટલમાં રોકાઈ હતી. આ બંને યુવતીઓ એક સંસ્થા (NGO)માં કામ કરે છે અને ઓફિસના કામથી ખંડવા આવી હતી. રાત્રે યુવતીઓ સૂઈ રહી હતી, તે સમયે હોટલનો 22 વર્ષીય કર્મચારી બલિરામ ઓમકાર પાટીલ યુવતીઓના બેડ પર આવીને સૂઈ ગયો હતો. આરોપી બુરહાનપુરનો રહેવાસી છે.

આ પણ વાંચોઃ ક્રાઈમ ન્યૂઝ: લૂંટનો વિરોધ કરવા બદલ અપરાધીઓએ કોન્સ્ટેબલને જાહેરમાં મારી ગોળી

આરોપી યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી


યુવતીઓ ઉઠી તે સમયે તેમણે જોયું કે, તેમની પાસે એક યુવક સૂઈ રહ્યો છે. આ યુવતીઓએ તેમની સાથે કામ કરતા કર્મચારીઓને ખંડવા બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપી યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખંડવા CSP પૂનમચંદ યાદવે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આરોપી યુવક સાથે અપરાધનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હોટલના કર્મચારીઓ કબૂલ્યું છે કે, તે યુવતીઓના રૂમમાં ગયો હતો અને તેમના બેડ પર સૂઈ ગયો હતો.આ પણ વાંચોઃ અસલામત અમદાવાદ! જાહેરમાં સગીરા સાથે શારીરિક અડપલાં, વિરોધ કરતા નરાધમે માર્યા લાફા 

યુવકની આ હરકતનું કારણ હજુ સુધી અકબંધ


આરોપી યુવકે આ પ્રકારની હરકત શા માટે કરી તે જાણી શકાયું નથી. હોટલમાં રોકાયેલ યુવતીઓની સુરક્ષા સાથે છેડછાડ કરવામાં આવી છે. ખંડવા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે, વેઈટરે અગાઉ કોઈની પણ સાથે આ પ્રકારની હરકત કરી નથી. આ મામલે વધુ સઘન તપાસ કરવા માટે CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.
Published by: Sahil Vaniya
First published: September 27, 2022, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading