ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર


Updated: July 29, 2021, 12:25 PM IST
ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર
ન્યૂયોર્કના મેયરે એલાન કર્યું છે કે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેનાર વ્યક્તિને 100 ડૉલર આપવામાં આવશે, આ ઓફર શુક્રવારથી શરૂ થઈ રહી છે

ન્યૂયોર્કના મેયરે એલાન કર્યું છે કે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેનાર વ્યક્તિને 100 ડૉલર આપવામાં આવશે, આ ઓફર શુક્રવારથી શરૂ થઈ રહી છે

  • Share this:
ન્યૂયોર્ક. સમગ્ર વિશ્વમાં કોરાના વાયરસ (Coronavirus)ના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાને હરાવવા માટે અનેક દેશોમાં લોકો કોરોના વેક્સીન (Covid-19 Vaccine) લે તે માટે અનેક પ્રકારની આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક (Newyork) શહેરમાં વેક્સીનેશનની ગતિ ધીમી પડી રહે છે. ન્યૂયોર્કના મેયરે બુધવારે એલાન કર્યું છે કે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેનાર વ્યક્તિને 100 ડૉલર (રૂ. 7,442) આપવામાં આવશે. આ ઓફર શુક્રવારથી શરૂ થઈ રહી છે.

અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટના કેસ વધી રહ્યા છે અને લોકોને વેક્સીન લેવા માટે ખાસ ઓફર આપવામાં આવી છે. યુવાવર્ગ વેક્સીન લે તે માટે પ્રોત્સાહન આપવા આ આકર્ષક ઓફર આપવામાં આવી છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ મંગળવારે વધુ જોખમવાળા વિસ્તારોમાં વેક્સીનના બે ડોઝ લીઘેલ વ્યક્તિઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડાયરેક્ટર રોશેલ વેલેંસ્કીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માસ્ક અંગેના નિર્ણયની જાણકારી આપી હતી. વેક્સીન અસરકારક છે, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે.

CDCના એક મેપ પરથી જાણકારી મળી છે કે, ન્યૂયોર્કના તમામ પાંચ કાઉન્ટીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન પર્યાપ્ત સ્તર પર છે. આ કારણોસર તે પાંચ કાઉન્ટીમાં કોરોનાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે અને વેક્સીનેશનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, Corona Cases in India: દેશમાં 24 કલાકમાં વધુ 43,509 લોકો થયા સંક્રમિત, રિકવરી રેટ 97.38 ટકાએ પહોંચ્યો

ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડી બ્લાસિયોએ સોમવારે એલાન કર્યું કે શહેરના કર્મચારીઓએ 13 સપ્ટેમ્બર સુધીમાં વેક્સીન લેવાની રહેશે. વેક્સીન ન લીધી હોય તો તેમણે દર અઠવાડિયે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ હોવો જોઈએ.

સિટી વાઈડ ઈમ્યુનાઈઝેશન રજિસ્ટ્રીએ ડેટાને સંકેત આપ્યો, કે ન્યૂયોર્ક શહેરમાં 40.8% રહેવાસીઓનું વેક્સીનેશન થયું નથી. તમામ રહેવાસીઓમાં 59.2% લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. વેક્સીન લેવા પ્રેરિત કરવા માટે 1000 ડૉલરની ઓફર આપવામાં આવી હતી, ત્યારબાદ ઓફરની રકમ 100 ડૉલર કરવામાં આવી છે.

આ પણ વાંચો, ધનબાદ: જજ ઉત્તમ આનંદના મોતના મામલાની CJIએ લીધી ગંભીર નોંધ; CCTVથી વધી હત્યાની આશંકા

રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનના પ્રશાસનમાં અગાઉ કામ કરી ચૂકેલ બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યુશનના એક સીનિયર કલીગ રોબર્ટ લિટને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, “જો આપણે કોઈપણ પ્રકારે હર્ડ ઈમ્યુનિટી નથી મેળવી શકતા, તો આપણી અર્થવ્યવસ્થા બરબાદ થઈ શકે છે.”

અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,581 કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસો કરતા અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે.
First published: July 29, 2021, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading