Ankita Murder Case: અંકિતાને ન્યાય અપાવવા લોકો રસ્તાઓ પર ઉતર્યા, બદ્રીનાથ-ઋષિકેશ હાઇવે કર્યો જામ

News18 Gujarati
Updated: September 25, 2022, 5:13 PM IST
Ankita Murder Case: અંકિતાને ન્યાય અપાવવા લોકો રસ્તાઓ પર ઉતર્યા, બદ્રીનાથ-ઋષિકેશ હાઇવે કર્યો જામ
અંકિતાને ન્યાય અપાવવા લોકો રસ્તાઓ પર ઉતર્યા, બદ્રીનાથ-ઋષિકેશ હાઇવે કર્યો જામ

Ankita Bhandari Murder Case: 19 વર્ષીય રિસેપ્શનિસ્ટની ઉત્તરાખંડમાં તેના એમ્પ્લોયર દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારજનોએ રવિવારે કહ્યું કે જ્યાં સુધી અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમના અંતિમ સંસ્કાર કરશે નહીં.

  • Share this:
અંકિતા હત્યા કેસ સામે દેશના લોકોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. લોકોએ ઠેર-ઠેર ધરણાં (protest ankita murder case), દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેઓ દોષિતોને તાત્કાલિક ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, પ્રદર્શનકારીઓએ બદ્રીનાથ-ઋષિકેશ હાઈવેને બ્લોક ( Badrinath-Rishikesh highway blocked) કરી દીધો છે. જેના કારણે રોડની બંને બાજુ વાહનો ફસાઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે અંકિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાર્વજનિક થવો જોઈએ. અંકિતાના ભાઈને પણ નોકરી આપવી જોઈએ.

આ દરમ્યાન, કોંગ્રેસ, ડાબેરી સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો આ આંદોલનમાં જોડાયા હતા. અંકિતાના પરિવારજનોએ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. રવિવારે બપોરે પૌડીના ડીએમ અને એસએસપી અંકિતાના પરિવારના સભ્યો પાસે પહોંચ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને પરિવારના સભ્યો વચ્ચે બંધ રૂમમાં વાતચીત થઈ હતી. વહીવટીતંત્ર અંકિતાના પરિવારજનોને અંતિમ સંસ્કાર કરવા સમજાવવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો:  અંકિતા ભંડારી મર્ડર કેસ: PM રિપોર્ટમાં ઈજા અને ડૂબવાથી મૃત્યુ થવાનો ખુલાસો, પોલીસને મળ્યા મહત્વના પુરાવા


તમને જણાવી દઈએ કે 19 વર્ષીય રિસેપ્શનિસ્ટની ઉત્તરાખંડમાં તેના એમ્પ્લોયર દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારજનોએ રવિવારે કહ્યું કે જ્યાં સુધી અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમના અંતિમ સંસ્કાર કરશે નહીં. જોકે, પ્રથમ રિપોર્ટમાં યુવતીનું ડૂબી જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઋષિકેશ દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃતક અંકિતા ભંડારીના શરીર પર મૃત્યુ પહેલાના નિશાન જોવા મળ્યા હતા. આ સૂચવે છે કે તેને કોઈ તીક્ષણ ધાર વળી વસ્તુથી મારવામાં આવી હતી. જો કે, પ્રાથમિક અહેવાલ મુજબ મૃત્યુ ડૂબી જવાથી થયું છે.આ પણ વાંચો:  અંકિતાની હત્યાથી પરિવાર ઘેરા શોકમાં, કહ્યું 'ઘણી હોશિયાર હતી દીકરી, 12માં ધોરણમાં હતા 88%, પરંતુ ગરીબીના કારણે...

અંકિતાનો મૃતદેહ શનિવારે ઋષિકેશ નજીક ચિલા કેનાલમાંથી મળી આવ્યો હતો. તે છ દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. એઈમ્સના ચાર ડોક્ટરોની ટીમે શનિવારે અંકિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ડ્રાફ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘાની પ્રકૃતિ અને અન્ય વિગતો અંતિમ રિપોર્ટમાં આપવામાં આવશે.
Published by: Rahul Vegda
First published: September 25, 2022, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading