અમિત શાહે કહ્યું- બંગાળમાં પહેલા ચરણની 30માંથી 26, આસામની 47માંથી 37 સીટો બીજેપી જીતશે

News18 Gujarati
Updated: March 28, 2021, 3:29 PM IST
અમિત શાહે કહ્યું- બંગાળમાં પહેલા ચરણની 30માંથી 26, આસામની 47માંથી 37 સીટો બીજેપી જીતશે
Assembly Elections: ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ અને આસામ, બંને રાજ્યોમાં મોટી જીતનો દાવો કર્યો

Assembly Elections: ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ અને આસામ, બંને રાજ્યોમાં મોટી જીતનો દાવો કર્યો

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેઓએ શનિવારે આસામ (Assam Assembly Election 2021) અને પશ્ચિમ બંગાળ (West Bengal Assembly Election 2021)માં થયેલા પહેલા ચરણના મતદાનને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેઓએ બંને રાજ્યોમાં જીતની વાત કહી છે. તેઓએ કહ્યું કે, બીજેપી (BJP) બંગાળમાં પહેલા ચરણની 30માંથી 26 અને આસામની 47માંથી 37 સીટો પર જીતી રહી છે. અમિત શાહે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ઉપર પણ નિશાન સાધ્યું છે.

રાજધાની દિલ્હી સ્થિત સરકારી આવાસ પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે બંગાળ અને આસામ બંને રાજ્યોમાં મોટી જીતનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, પહેલા ચરણમાં બંગાળમાં 30માંથી 26થી વધારે સીટો પર બીજેપી જીત મેળવી રહી છે, પ્રચંડ બહુમતની સાથે સીટો જીતી રહી છે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર પણ વધી રહ્યું છે. આસામમાં 47માંથી 37થી વધારે સીટો પર બીજેપી જીતશે, તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો, રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલ સસ્તા થવા પર કર્યો કટાક્ષ, કહ્યુ- બચતની આ રકમથી શું-શું કરશો?


294 સીટોવાળા બંગાળમાં પહેલા ચરણના મતદાન બાદ બીજેપીને મોટી જીતની આશા છે. તેઓએ કહ્યું કે, હું માનું છું કે બંગાળમાં પ્રથમ ચરણમાં 26 સીટોથી જે શરૂઆત થઈ છે, અમારું લક્ષ્ય 200 પારને સિદ્ધ કરવામાં અમને ખૂબ સરળતા રહેશે. બીજેપી 200થી વધારે સીટોની સાથે બંગાળમાં સરકાર બનાવશે, તેનો મને અને તમામ કાર્યકર્તાઓને પૂર્ણ વિશ્વાસ છે.

આ પણ વાંચો, Holi 2021: નવાબોના શહેરમાં ‘બાહુબલી ગુજિયા’ છવાયા, વજન અને કિંમત જાણીને રહી જશો હેરાન

મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

અમિત શાહે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પણ નિશાન સાધ્યું. તેઓએ આરોપ લગાવ્યો કે બેનર્જીના શાસનમાં બંગાળ હાલત વધુ ખરાબ થઈ છે. શાહે કહ્યું કે બંગાળમાં જે પ્રકારની ઘોર નિરાશા અને હતાશાનો માહોલ હતો, 27 વર્ષના કોમ્યુનિસ્ટ શાસન બાદ બંગાળના લોકોને આશા હતી કે દીદી એક નવી શરૂઆત લઈને આવશે. પરંતુ પાર્ટીના સિમ્બોલ અને નામ બદલાઈ ગયું પરંતુ બંગાળ ત્યાંને ત્યાં જ રહી ગયું, પરંતુ વધુ પાછળ પડી ગયું.
Published by: Mrunal Bhojak
First published: March 28, 2021, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading