કોલકાતા રેલીમાં PM મોદીએ કહ્યુ, દીદીએ સૌનો ભરોસો તોડ્યો, લોકોમાં પરિવર્તનની આશા

News18 Gujarati
Updated: March 7, 2021, 3:23 PM IST
કોલકાતા રેલીમાં PM મોદીએ કહ્યુ, દીદીએ સૌનો ભરોસો તોડ્યો, લોકોમાં પરિવર્તનની આશા
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં PM મોદીની લલકાર- કેટલાક લોકોને તો લાગતું હશે કે કદાચ આજે 2 મેનો દિવસ આવી ગયો

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં PM મોદીની લલકાર- કેટલાક લોકોને તો લાગતું હશે કે કદાચ આજે 2 મેનો દિવસ આવી ગયો

  • Share this:
કોલકાતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણી (West Bengal Assembly Elections 2021)ની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાન મોદી આજે પહેલી રેલી કરી રહ્યા છે. તેના માટે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પર તૈયાર કરવામાં આવી. રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, રાજનીતિ જીવનમાં હજારો રેલીઓને સંબોધન કરવાની તક મળી છે. પરંતુ આટલા લાંબા કાર્યકાળમાં ક્યારેય આટલા વિશાળ જન સમૂહના આશીર્વાદ મળ્યા હોય એવું દૃશ્ય આજે જોવા મળ્યું. જ્યારે હું હેલિકોપ્ટરથી જોઈ રહ્યો હતો તો મેદાનમાં તો જગ્યા નથી જોવા મળતી પરંતુ બધા રસ્તાઓ પણ ઉભરાઈ ગયા હતા. લોકો દોડીને અહીંની તરફ આવી રહ્યા છે. હું નથી માનતો કે તેઓ અહીં સુધી પહોંચી શકશે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, બંગાળના મહાન વ્યક્તિઓએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરી. બંગાળની ધરતીએ એક વિધાન, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂત અમને આપ્યા. આવી પાવન માટીને હું નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, બંગાળની આ ધરતીએ અમારા સંસ્કારોને ઉર્જા આપી છે. બંગાળની ધરતીએ ભારતની આઝાદીના આંદોલનમાં એક નવા પ્રાણ ફુંક્યા. બંગાળની ધરતીએ જ્ઞાન-વિજ્ઞાનમાં ભારતનું ગૌરવ વધાર્યું. મમતા દીદીએ બંગાળ સાથે દગો કર્યો છે.

આ પણ વાંચો, કોલકાતાઃ PM મોદીની ચૂંટણી રેલીના મંચ પર આવ્યા મિથુન ચક્રવર્તી, BJPમાં થયા સામેલપીએમ મોદીએ કહ્યું કે, બંગાળને પરિવર્તન માટે જ મમતા દીદી પર ભરોસો મૂક્યો હતો, પરંતુ તેઓએ તેમનો ભરોસો તોડી દીધો. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું. અહીંની બહેન-દીકરીઓ પર અત્યાચાર કર્યો. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ટીએમસી છે, લેફ્ટ-કૉંગ્રેસ છે, તેમનું બંગાળ વિરોધી વલણ છે, અને બીજી તરફ ખુદ બંગાળની જનતા કમર કસીને ઊભી થઈ ગઈ છે. બ્રિગેડ ગ્રાઉન્ડ પર ઉમટેલી ભીડ પર પીએમ મોદીએ કહ્યું કે આજે બ્રિગેડ ગ્રાઉન્ડમાં આપ લોકોની હુંકાર સાંભળ્યા બાદ હવે કોઈને કોઈ પણ પ્રકારનો સંદેહ નહીં રહી જાય. કેટલાક લોકોને તો લાગતું હશે કે કદાચ આજે 2 મેનો દિવસ આવી ગયો છે.

આ પણ વાંચો, IPL 2021નું શિડ્યૂલ જાહેર, 9 એપ્રિલથી થશે પ્રારંભ, 30 મેના રોજ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થાને અહીં નબળી કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે આ વ્યવસ્થાને બીજેપીની સરકાર ફરીથી ઠીક કરશે. પારદર્શી વ્યવસ્થા અહીં ફરીથી લાગુ થશે અને કેન્દ્ર સરકારની યોજનાઓને સ્કીલ ડેવલપમેન્ટ માટે અહીં લાગુ કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: March 7, 2021, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading