Assembly Election Results: મમતાથી લઈ સ્ટાલિન સુધી, આ 10 દિગ્ગજ ઉમેદવારો પર રહેશે નજર

News18 Gujarati
Updated: May 2, 2021, 9:17 AM IST
Assembly Election Results: મમતાથી લઈ સ્ટાલિન સુધી, આ 10 દિગ્ગજ ઉમેદવારો પર રહેશે નજર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 10 એવા દિગ્ગજ નેતાઓના નામ છે જેમની જીત કે હાર પર સૌની નજરો રહેશે

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 10 એવા દિગ્ગજ નેતાઓના નામ છે જેમની જીત કે હાર પર સૌની નજરો રહેશે

  • Share this:
નવી દિલ્હી. પશ્ચિમ બંગાળ (West Bengal Election Results), તમિલનાડુ (Tamil Nadu Election Result), આસામ (Assam Election Results), કેરળ (Kerala Election Results) અને પુડુચેરી (Puducherry Election Results) સહિત કુલ 822 વિધાનસભા સીટો પર થયેલા વોટિંગની આજે મતગણતરી થઈ રહી છે. આ સૌમાં પશ્ચિમ બંગાળ સૌથી અગત્યનું રાજ્ય છે. તેના પરિણામો પર સૌની નજર છે. તમિલનાડુમાં ડીએમકેના જીતવાની શક્યતા એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી છે. આ ચૂંટણીમાં 10 એવા દિગ્ગજ નામ છે, જેમની જીત કે હાર પર સૌની નજરો રહેશે. આવો જાણીએ તેમના વિશે...

મમતા બેનર્જી- પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આ ચૂંટણી અસ્તિત્વના સવાલ જેવી છે. બંગાળમાં મમતા અને બીજેપી સામસામે જંગ લડી રહ્યા છે. મમતા બેનર્જીએ નંદીગ્રામ સીટથી ચૂંટણી લડી છે. તેમની વિરુદ્ધ બીજેપી તરફથી શુભેન્દુ અધિકારીએ પડકાર આપ્યો છે. શુભેન્દુ પહેલા ટીએમસીમાં હતા અને મમતા બેનર્જીના ખૂબ વિશ્વાસુ હતા.

એમ.કે. સ્ટાલિન- આ વખતે જો એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરવામાં આવે તો એવામાં તમિલનાડુમાં ડીએમકેની જીત શક્ય લાગી રહી છે. એવામાં ડીએમકે પ્રમુદ એમ.કે. સ્ટાલિને આ વખતે કૉંગ્રેસની સાથે હાથ મિલાવીને એઆઇએડીએમકેની વિરુદ્ધ ચૂંટણી લડી. જયલલિતાના નિધન બાદથી જ એઆઇએડીએમકે નેતૃત્વને લઈ સંકટમાં છે. જ્યારે એમ. કરુણાનિધિના નિધન બાદ સ્ટાલિને આગળ આવીને ડીએમકેની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો, અહીં માત્ર 50 રૂપિયા જમા કરાવીને તમે કમાઈ શકો છો 50 લાખ, જાણો શું છે સ્કીમ?

ટી.ટી.વી. દિનાકરણ- એક સમયે એઆઇએડીએમકેની પ્રમુખ જયલલિતાની નજીક રહેલા દિનાકરણને પાર્ટીએ બહાર કાઢવામાં આવ્યા હતા. દિનાકરણે ત્યારબાદ પોતાની જ પાર્ટી અમ્મા મક્કલ મુન્નેત્ર કઝગમ બનાવી. શરુઆતથી જ આ પાર્ટી રાજકીય ભવિષ્ય માટે પરિશ્રમ કરી રહી છે. દિનાકરણે માર્ચ 2018માં પાર્ટી બનાવી હતી.

શુભેન્દુ અધિકારી- એક સમયે મમતા બેનર્જીના ખૂબ જ વિશ્વાસુ ગણાતા શુભેન્દુ અધિકારીએ આ વખતે તેમની જ વિરુદ્ધ બીજેપી તરફથી ચૂંટણી લડી છે. મમતા અને શુભેન્દુ, બંનેએ બંગાળની નંદીગ્રામ સીટથી ચૂંટણી લડી છે. આ વખતે આ સીટ પર બધાની નજર છે.બદરુદ્દીન અજમલ- એક તરફ આસામમાં આ વખતે બીજેપીની બીજી વાર જીતવાની શક્યતા વધારે છે, તો બીજી તરફ બદરુદ્દીન અજમલની પાર્ટી ઓલ ઈન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટએ પણ આ ચૂંટણીમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે. કૉંગ્રેસે આ વખતે અજમલની પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે.

ઈ. પલાનીસ્વામી- તમિલનાડુમાં આ વખતે એક્ઝિટ પોલ્સમાં ભલે ડીએમકેને જીત મળતી હોય તેવું દર્શાવ્યું હોય, પરંતુ એઆઇએડીએમકેના નેતા અને મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામીની શાખ પણ દાવ પર લાગી છે.

ઈ. શ્રીધરન- ભારતમાં મેટ્રો મેનના નામથી વિખ્યાત ઈ. શ્રીધરન કેરળમાં બીજેપી તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

પિનારાઈ વિજયન- કોરોનાથી લઈને 2018માં આવેલા પૂર સુધી, કેરળની વિજયન સરકારે અનેક સંકટ જોયા છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ પણ કેરળમાં જ આવ્યો હતો. એવામાં પિનારાઇના નેતૃત્વમાં એલડીએફના આ વખતે ફરી જીતવાની શક્યતા એક્ઝિટ પોલ્સમાં સામે આવી છે.

આ પણ વાંચો, 1 રૂપિયાના આ સિક્કાથી તમે પણ કમાઈ શકો છો 10 કરોડ રૂપિયા, જાણો શું કરવું પડશે

કે.કે. શૈલજા- વ્યવસાયે ટીચર છે અને કેરળની સ્વાસ્થ્ય મંત્રી પણ છે. 2020ની શરૂઆતમાં જ્યારે બીજા રાજ્ય કોરોના સંક્રમણનો સામનો કરવાના ઉપાય શોધી રહ્યા હતા, ત્યારે કે.કે. શૈલજા એવું કરી ચૂકી હતી. તેમના ઉપાયોના કારણે કેરળમાં આ મહામારીને રોકવામાં ઘણી મદદ મળી.

હેમંત બિસવ સરમા- હેમંત બિસવ સરમા આસામમાં મંત્રી છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા. ત્યારબાદ તેઓ 2016માં બીજેપીમાં જોડાયા હતા. આ વખતે ચૂંટણી પંચે તેમની ઉપર પણ વિવાદાસ્પદ ટિપ્પણી માટે પ્રચાર કરવા પર 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: May 2, 2021, 9:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading