કેરળ: 700 કરોડની મદદ ન લેવા પર દુબઈના સુલતાને ભારતને સંભળાવ્યું કંઈક આવું

News18 Gujarati
Updated: August 28, 2018, 8:12 AM IST
કેરળ: 700 કરોડની મદદ ન લેવા પર દુબઈના સુલતાને ભારતને સંભળાવ્યું કંઈક આવું
દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે રવિવારે અરબીમાં બે ટ્વિટ કર્યા, જેમાં જણાવ્યું કે, આદર્શ શાસક કેવો હોવો જોઈએ?

દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે રવિવારે અરબીમાં બે ટ્વિટ કર્યા, જેમાં જણાવ્યું કે, આદર્શ શાસક કેવો હોવો જોઈએ?

  • Share this:
કેન્દ્ર સરકાર દ્વારા પુર પ્રભાવિત કેરળ માટે યૂએઈના 700 કરોડ રૂપિયાની મદદ લેવાનું ઈન્કાર કરવાની વિવાદ વચ્ચે રવિવારે રાત્રે દુબઈના શાસક દ્વારા કરવામાં આવેલ ટ્વિટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા છે, કેટલાક લોકો આને અપ્રત્યક્ષ રૂપે સરકાર પર હુમલો બતાવી રહ્યાં છે.

દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે રવિવારે અરબીમાં બે ટ્વિટ કર્યા, જેમાં જણાવ્યું કે, આદર્શ શાસક કેવો હોવો જોઈએ?

અલ મકતૂમે ટ્વિટ પર લખ્યું, "જીવને મને શિખવ્યું છે કે, શાસક બે પ્રકારના હોય છે, પ્રથમ પ્રકાર તે છે જે ભલાઈની ચાવી હોય છે, જેઓ લોકોની સેવા કરવાનું પસંદ કરે છે. તેમને માનવ જીવનને સુવિધાનજક બનાવવામાં ખુશી મળે છે અને તેમનું મૂલ્ય તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલા કાર્યોમાં હોય છે, તેમની વાસ્તવિક ઉપલબ્ધિ લોકોના જીવનને બદવામાં અને તેમના માટે બંધ દરવાજાઓને ખોલવા છે, તેઓ હંમેશા સમાધાન પ્રદાન કરે છે અને હંમેશા લોકોના લાભ વિશે વિચારે છે. "

બીજી ટ્વિટમાં તેમને કહ્યું, "બીજા પ્રકારના શાસક તે છે જે સારી ચીજોને રોકી દે છે અને લોકોના જીવનને મુશ્કેલ બનાવી દે છે. તેમને લોકોને પોતાના દરવાજા પર જોઈને ખુશી મળે છે."

તેમના ટ્વિટના અંતમાં કહ્યું કે, સરકાર ત્યારે જ સફળ થશે, જ્યારે પ્રથમ પ્રકારના શાસકોની સંખ્યા બીજા પ્રકારના શાસકોથી વધારે હોય.

ટ્વિટર યૂઝર્સનું માનવું છે કે, દુબઈના શાસક પોતાના બીજા ટ્વિટ દ્વારા બીજેપી સરકાર પર નિશાનો બનાવી રહી છે.ભારતમાં સંયુક્ત અરબ અમીરાતના રાજદૂત અલ બન્ના આ સપ્તાહમાં પુર પ્રભાવિત કેરળ જવાની આશા છે. તેઓ રાહત અને પુનર્વાસ કાર્યોમાં સહાયતા કરનાર વિભિન્ન સંગઠનો અને એનજીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
Published by: Mujahid Tunvar
First published: August 27, 2018, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading