મોદીનો વાડ્રા પર હુમલો- 'જેલના દરવાજા સુધી લઈ આવ્યો, હવે અંદર ધકેલીશ'

News18 Gujarati
Updated: May 8, 2019, 3:07 PM IST
મોદીનો વાડ્રા પર હુમલો- 'જેલના દરવાજા સુધી લઈ આવ્યો, હવે અંદર ધકેલીશ'
નરેન્દ્ર મોદી અને રોબર્ટ વાડ્રા (ફાઇલ ફોટો)

આપના આશીર્વાદથી ખેડૂતોને લૂંટનારાઓને આ 'ચોકીદાર' કોર્ટ સુધી લઈ ગયો છે- નરેન્દ્ર મોદી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફતેહાબાદમાં જાહેરસભાને સંબોધિત કરી. પીએમે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. પીએમે કહ્યું કે કોંગ્રેસની જૂઠ અને છેતરામણી નીતિના કારણે દેશભરના ખેડૂતોને નુકસાન ઉઠાવવું પડ્યું છે. વડાપ્રધાને કહ્યું કે આપના આશીર્વાદથી ખેડૂતોને લૂંટનારાઓને આ ચોકીદાર કોર્ટ સુધી લઈ ગયો છે. જામી માટે ચક્કર મારી રહ્યા છે, ઈડીની ઓફિસમાં જૂતા ઘસી રહ્યા છે. તેમને જેલના દરવાજા સુધી તો લઈ ગયો છું, આવનારા પાંચ વર્ષમાં અંદર પણ કરી દઈશ.

મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે 23 મેની સાંજે ખબર પડશે કે દેશમાં કોણ પોતાની સરકાર બનાવી રહી છે અને નિશ્ચિત રીતે ફરી એકવાર મોદી સરકાર બનશે. પીએમે કહ્યું કે, આપનો આ ચોકીદાર ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટે પ્રયત્નશીલ છે. જે રાષ્ટ્ર પોતાની રક્ષા ન કરી શકે તેની વાત દુનિયા કેમ સાંભળે. નવા ભારતની રક્ષાનીતિ શું હશે તેનો ઉલ્લેખ કોંગ્રેસ કે તેના મહાભેળસેળીયા સાથીઓએ પોતાની જાહેરસભામાં એક પણ વાર નથી કર્યો.

આ પણ વાંચો, રાફેલ ડીલ : 'ચોકીદાર ચોર હૈ' નિવેદન પર રાહુલે સુપ્રીમની બિનશરતી માફી માંગીપીએમે કહ્યું કે, 2014 પહેલા પાકિસ્તાન ગમે ત્યારે આપણા સૈનિકોની સાથે ક્રૂરતાપૂર્ણ હરકત કરતું હતું, ત્યારે કોંગ્રેસની સરકાર માત્ર નિવેદન આપતી હતી પરંતુ હવે આપણા સપૂત આતંકીઓના અડ્ડામાં ઘૂસીને મારે છે. પહેલી સર્જિકલ સ્ટ્રાઇક કરી અમે જમીનથી હુમલો કરવા ગયા. પછી અમે એર સ્ટ્રાઇક કરી. જે આતંકી પહેલા અમને ડરાવતા, તેઓ હવે ડરીને બેસી ગયા છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ભારત માતા કી જય બોલવા સામે વાંધી ઊભો કરનારી કોંગ્રેસ હવે દેશદ્રોહનો કાયદો હટાવવાની વાત કહી રહી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે ટુકડ-ટુકડે ગેંગને, ભારતને જે ગાળો આપનારાને, તિરંગાનું અપમાન કરનારાઓ, નક્સલવાદીઓના સમર્થકોને ખુલી છૂટ મળે.

આ પણ વાંચો, ચૂંટણીમાં કેમ કરો છો પાકિસ્તાનનો ઉલ્લેખ? PM મોદીએ આપ્યો આ જવાબ
Published by: Mrunal Bhojak
First published: May 8, 2019, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading