લુક અ લાઈક સલમાન ખાન ફરી પોલીસની ઝપટે, રેલવે લાઈન પર સિગરેટ પિતા ઝડપાયો


Updated: August 26, 2022, 5:12 PM IST
લુક અ લાઈક સલમાન ખાન ફરી પોલીસની ઝપટે, રેલવે લાઈન પર સિગરેટ પિતા ઝડપાયો
લુક અ લાઈક સલમાન ખાન ફરી પોલીસની ઝપટે

રેલવેએ ફરિયાદ નોંધાવી છે કે, આ શોર્ટ વીડિયોમાં એક શખ્સ રેલવે બ્રિજ પર નીચે સુઈને સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે. જેની ઓળખ કરી લેવામાં આવી છે.

  • Share this:
લખનઉનો ડુપ્લિકેટ સલમાન ખાન (Duplicate Salman Khan) ઉર્ફે આઝમ અન્સારી ફરી એકવાર પોલીસની ઝપટે ચડી ગયો છે. આ વખતે દાલીગંજ રેલવે ઓવરબ્રિજ પર ઇન્સ્ટાગ્રામ રીલ બનાવ્યા બાદ પોસ્ટ કરવા સબબ ફરિયાદ થઈ છે (Police Complaint). તેના વિરુદ્ધ સિટી સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. આ પહેલા 8 મેના રોજ લખનઉની ઠાકુરગંજ પોલીસે આઝમ અંસારીની શાંતિ ભંગના આરોપમાં ધરપકડ કરી હતી.

રેલવેએ ફરિયાદ નોંધાવી છે કે, આ શોર્ટ વીડિયોમાં એક શખ્સ રેલવે બ્રિજ પર નીચે સુઈને સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે. જેની ઓળખ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: પોતાના મિત્રને પત્ની સાથે સંદિગ્ધ હાલતમાં જોઇ ભૂલી બેઠો ભાન, માથામાં ઘા ઝીંકી કરી કરપીણ હત્યા


મળતી માહિતી મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા આઝમ અંસારી નામના યુવક સામે રેલવે સંપત્તિ પર અતિક્રમણ, ઉપદ્રવ અને અન્ય આરોપો લગાવી કેસ નોંધવામાં આવ્યો છે. આઝમ અંસારીએ સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે શહેરની ગોમતી નદી પર રેલવે ઓવરબ્રિજ પર સિગરેટ પીતો જોવા મળી રહ્યો છે.


વીડિયોમાં સલમાન ખાનની જેમ કરે છે એક્ટિંગ


આઝમ અન્સારી નામનો આ શખ્સ અભિનેતા સલમાન ખાન જેવા કપડાં પહેરે છે અને તેની જેમ જ અભિનય કરીને ફેસબુક પર રીલ્સ પોસ્ટ કરે છે. આ કારણે સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા બધા ફોલોઅર્સ છે. આ દરમિયાન સ્થાનિક નિવાસી અઝીમ અહમદે આ રીલ વીડિયો ટ્વીટ કર્યો હતો, જે બાદ રેલવે અધિકારીઓએ કેસ નોંધ્યો છે.

આ કલમો હેઠળ નોંધયો કેસ


લખનઉ સિટી સ્ટેશનના આરપીએફ ઇન્સ્પેક્ટર સુરેશ કુમારે જણાવ્યું હતું કે, અમે રેલવે બ્રિજ પર શૂટ કરવામાં આવેલા રીલ વીડિયોમાં રહેલા વ્યક્તિની ઓળખ કરી લીધી છે. ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે. આ મામલો સામે આવ્યા બાદ જીઆરપી અને આરપીએફ બંનેએ દલીગંજના રેલવે બ્રિજ પર પેટ્રોલિંગ ટીમ મોકલી હતી. રેલવે વતી આઝમ અન્સારી સામે રેલવે એક્ટ 147, 145 હેઠળ ઉપદ્રવ અને 167 (ધૂમ્રપાન પર પ્રતિબંધ) હેઠળ ટ્રેસ પાસિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Odisha Rape Case: ઓડિસામાં 65 વર્ષીય વૃદ્ધે સગીર પૌત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ, 7 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

પહેલા પણ થઈ ચૂકી છે ધરપકડ


આ વર્ષે મે મહિનામાં ઠાકુરગંજ પોલીસે આરોપી આઝમ અંસારી સામે ભારે ટ્રાફિક વચ્ચે રસ્તા પર રીલ્સ બનાવવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. આ ડુપ્લિકેટ સલમાન ખાનની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે, તે ઘણીવાર રીલ વીડિયોમાં જોવા મળે છે.
First published: August 26, 2022, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading