Lakhimpur Kheri Violence: કોંગ્રેસ-AAPએ પોસ્ટ કર્યો વીડિયો, કહ્યું- ‘આ તો હત્યા છે’

News18 Gujarati
Updated: October 5, 2021, 11:47 AM IST
Lakhimpur Kheri Violence: કોંગ્રેસ-AAPએ પોસ્ટ કર્યો વીડિયો, કહ્યું- ‘આ તો હત્યા છે’
લખીમપુરમાં આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકર્તાઅખોએ ગાડીને આગને હવાલે કરી દીધી હતી. (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ લખીમપુર ખીરીનો વીડિયો ટ્વીટ કરી લખ્યું કે, શું હજુ પણ કોઈ પ્રમાણની જરૂર છે

  • Share this:
લખીમપુર ખીરી. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના (Ajay Kumar Mishra) દીકરા આશિષ મિશ્રાની (Ashish Mishra) ગાડીથી કચડીને થયેલા ખેડૂતોના મોત (Farmers Death) અને ત્યારબાદ ઊભા થયેલા ઘર્ષણ બાદ અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક નવો વીડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર વાયરલ થયો છે જેને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ (UP Congress), આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સંજય સિંહ (Sanjay Singh) સહિત તમામ નેતાઓએ પોતાના ટ્વીટર હેન્ડલથી શૅર કરતાં આ દુર્ઘટના નહીં હત્યા કરાર કરી છે. ન્યૂઝ18 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

વીડિયોને ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશ કોંગ્રેસે લખ્યું કે, ન તો કોઈ ખેડૂત ઉપદ્રવ મચાવી રહ્યા હતા, ન તો કોઈ ખેડૂત ગાડી પર પથ્થરબાજી કરી રહ્યા હતા. મંત્રીના દીકરો પોતાના પિતાના આદેશનું પાલન કરી રહ્યો હતો. ખેડૂતોને નિષ્ઠુરતાથી પાછળથી કચડી રહ્યો હતો, હવે બધું જ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ વીડિયો ટ્વીટ કરી લખ્યું કે, શું હજુ પણ કોઈ પ્રમાણની જરૂર છે. તેમણે કેટલીક મીડિયા ચેનલ ઉપર પણ સવાલ ઊભા કર્યા છે.


આ પણ જુઓ, VIDEO: પ્રિયંકાએ દર્શાવી ગાંધીગીરી, કસ્ટડીમાં માર્યું ઝાડૂ

ઉલ્લેખનીય છે કે, સોમવારે લખીમપુર વહીવટીતંત્ર અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડની બેઠક બાદ સહમતિ સધાઈ ગઈ હતી. ત્યારબાદ લાશોને રાખીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વિરોધ ખતમ કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની મંજૂરી આપી હતી. વહીવટીતંત્રએ ખેડૂતોની તમામ માંગોને માની લીધી છે. મૃતક ખેડૂતોના પરિજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર, ઘાયલોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતક ખેડૂતોના પરિવારના એક સભ્યને યોગ્યતા અનુસાર સરકારી નોકરી, મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની આઠ દિવસમાં મામલાની તપાસ કરી દોષિતોની ધરપકડ કરવામાં આવશે.

આ પણ જુઓ, VIDEO: ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું Air Indiaનું વિમાન, લોકો થયા પરેશાન

બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આખી ઘટનાને ષડયંત્ર બતાવ્યું હતું. તેમણે કહ્યું કે એ વાત સામે આવી રહી છે કે જે એક વ્યક્તિ મર્યો છે જે તે બહરાઇચના નાનપારાનો રહેવાસી છે જે સમાજવાદી પાર્ટીની રુદ્રપુર યુનિટનો જિલ્લાધ્યક્ષ છે. આ ઘટનામાં આવા ઘણા લોકો સામેલ છે. મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે બીજેપી કાર્યકર્તાઓ પર લાકડીઓ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. મારા પુત્ર સામે આરોપ પુરી રીતે નિરાધાર છે. જો તે સ્થળ પર હોત તો તેની પિટાઇ કરીને હત્યા કરી દેવામાં આવી હોત.
Published by: Mrunal Bhojak
First published: October 5, 2021, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading