દિલ્હીમાં લૉકડાઉન! આજે રાત્રે 10 વાગ્યાથી આવતા સોમવાર સુધી કડક પ્રતિબંધોની જાહેરાત

News18 Gujarati
Updated: April 19, 2021, 12:58 PM IST
દિલ્હીમાં લૉકડાઉન! આજે રાત્રે 10 વાગ્યાથી આવતા સોમવાર સુધી કડક પ્રતિબંધોની જાહેરાત
Delhi Corona Lockdown: દિલ્હીમાં 26 એપ્રિલ સુધી લૉકડાઉન, કેજરીવાલે કહ્યુ-મહેરબાની કરી દિલ્હી છોડીને બહાર ન જતાં

Delhi Corona Lockdown: દિલ્હીમાં 26 એપ્રિલ સુધી લૉકડાઉન, કેજરીવાલે કહ્યુ-મહેરબાની કરી દિલ્હી છોડીને બહાર ન જતાં

  • Share this:
નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Second Wave)ના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ (Arvind Kejriwal)એ 6 દિવસના નાના લૉકડાઉન (Delhi Corona Lockdown)ની જાહેરાત કરી દીધી છે. લૉકડાઉન આજે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવારની સવારે 5 વાગ્યા સુધી 6 દિવસ માટે લાગુ કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથેની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બેઠકમાં દિલ્હીની કોરોના સંક્રમણની સ્થિતિને લઈ આકરા નિર્ણય લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કરવાની ઘોષણા કરી હતી.

તેની સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગત 24 કલાકમાં લગભગ 26,500 કેસ આવ્યા છે. કોરોના સંક્રમણનો દર ખૂબ ઝડપથી વધી ગયો છે. દિલ્હીની હૉસ્પિટલોમાં પથારીઓની ભારે ઘટ વર્તાઈ રહી છે. ICU પથારી લગભગ ખતમ થઈ રહી છે અને માત્ર 100થી પણ ઓછી ICU પથારી ખાલી રહી છે. દવાઓની પછત અછત સર્જાઈ રહી છે.

આ પણ વાંચો, કર્ફ્યૂનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમ પર હુમલો, સબ ઇન્સ્પેક્ટર ઘાયલ, મહિલાઓએ યૂનિફોર્મ ફાડ્યોકેજરીવાલે લોકોને કરી વિનંતી

કેજરીવાલે કહ્યું કે, દિલ્હી છોડીને ન જાઓ. આવવા-જવામાં એટલો સમય ખરાબ થઈ જશે. સરકાર આપનું પૂરતું ધ્યાન રાખશે. આ નિર્ણય લેવામાં અમને મુશ્કેલી પડી છે. આ 6 દિવસોના લૉકડાઉનમાં અમે દિલ્હીમાં મોટાપાયે પથારીની વ્યવસ્થા ઊભી કરીશું. કેન્દ્ર સરકાર અમારી મદદ કરી રહી છે. અમે તેમના આભારી છીએ.

હું આપને ડરાવી નથી રહ્યો, પરંતુ...

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, હું આપને આ બધું જણાવીને ડરાવવા નથી માંગતો, બસ હાલમાં શું સાચું છે તે જણાવી રહ્યો છું. દિલ્હીમાં કોરોનાની ચોથી વેવ ચાલી રહી છે. જોકે આ પહેલા ત્રીજી વેવમાં 8000 કેસ આવ્યા હતા, પરંતુ અમારી સિસ્ટમ બંધ નહોતી થઈ. હવે 25000 કેસ આવવાથી હેલ્થ સિસ્ટમ પર અસર થઈ છે પણ તૂટી નથી.

દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ (Delhi Corona Cases) ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે રાજધાનીમાં કોવિડ-19 (Covid-19)ના 25,462 નવા કેસ સામે આવ્યા. બીમારીની ઝપટમાં આવીને 161 લોકોના મોત થયા. આ ઉપરાંત દિલ્હીમાં પોઝિટિવિટી રેટ (Delhi Corona Positivity Rate) વધીને 29.74 ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડાઓને જોતાં કેજરીવાલ સરકાર (Kejriwal Government) આગામી એક સપ્તાહ માટે કોરોના કર્ફ્યૂ (Corona Curfew) લાગુ કરવાનો લઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી હતી. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ જોઈએ તો ગત 24 કલાકમાં રાજધાનીમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 74,941 થઈ ગઈ છે.

આ પણ વાંચો, કોરોનાના વધતા કેસોની વચ્ચે અમિત શાહે કહ્યુ- રાજ્ય ઈચ્છે તો લાગુ કરી શકે છે લૉકડાઉન

આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમણની ઝડપને જોતાં કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે દિલ્હીની તમામ ખાનગી હૉસ્પિટલ અને નર્સિંગ હોમ જે કોવિડનો ઉપચાર ઉપલબ્ધ કરાવી રહી છે, તેમાં 80 ટકા પથારી કોવિડ દર્દીઓ માટે અનામત કરી દેવામાં આવે. આ ઉપરાંત સરકારે દર્દીઓની સારવાર માટે ઓક્સીજનના સપ્લાય વધારવાની માંગ કરી હતી. તેઓએ દિલ્હીના કોટાનો ઓક્સીજન બીજા રાજ્યોને મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજધાનીમાં જે ઝડપથી કોરોનાના દર્દી સામે આવી રહ્યા છે, તેને જોતાં ઓક્સિજન સપ્લાય વધારવો જોઈતો હતો. પરંતુ દિલ્હીમાં ઓક્સીજનનો સપ્લાય ઘટાડવામાં આવ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: April 19, 2021, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading