Corona Second Wave: મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવાયું, પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી રહેશે લાગુ

News18 Gujarati
Updated: May 13, 2021, 1:59 PM IST
Corona Second Wave: મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવાયું, પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી રહેશે લાગુ
મહારાષ્ટ્ર સરકારના આદેશ મુજબ, રાજ્યમાં દાખલ થતાં પહેલા લોકોને કોરોનાનો નેગેટિગ રિપોર્ટ દર્શાવવો અનિવાર્ય હશે

મહારાષ્ટ્ર સરકારના આદેશ મુજબ, રાજ્યમાં દાખલ થતાં પહેલા લોકોને કોરોનાનો નેગેટિગ રિપોર્ટ દર્શાવવો અનિવાર્ય હશે

  • Share this:
મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના સંક્રમણ (Corona Infection)ના ચિંતાજનક આંકડાઓને જોતાં રાજ્ય સરકારે લૉકડાઉન (Lockdown)ને પહેલી જૂન 7 વાગ્યા સુધી લંબાવી દીધું છે. તેની સાથે જ બહારના રાજ્યોથી આવનારા તમામ લોકો માટે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ (RT PCR Negative Report) અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) તરફથી જાહેર આદેશ મુજબ, રાજ્યમાં દાખલ થતાં પહેલા લોકોને કોરોનાનો નેગેટિગ રિપોર્ટ દર્શાવવો અનિવાર્ય હશે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાથી થનારા મોતના આંકડા હવે ડરાવવા લાગ્યા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 816 દર્દીનાં મોત થયા છે જ્યારે 46,781 નવા કેસ સામે આવ્યા છે. નવા મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 52.2 લાખ થઈ ગયા છે જ્યારે મૃતકોની સંખ્યા 78,007 સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં કોરોનાથી થનારા મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે. મુંબઈમાં કોરોના મહામારીના કારણે બગડતી સ્થિતિ પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો, કોરોનાથી મરતી માતા માટે લાચાર દીકરાએ વીડિયો કૉલ પર ગાયું- ‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ ડૉક્ટર-નર્સો રડી પડ્યાંબેઠકમાં જણાવવામાં આવ્યું કે, મુંબઈમાં 14થી 20 એપ્રિલ સુધી કોરોનાથી થનારા મોતનો દર (Death Rate) 0.6 ટકા હતો, જે 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી વધીને 1.14 ટકા સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ 28 એપ્રિલથી 4 મે સુધી 2.27 ટકા સુધી પહોંચ્યો છે. બુધવારની વાત કરીએ તો મુંબઈમાં કોરોનાથી 66 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મંગળવારે 51 દર્દીઓનાં મોત થયા હતા.

આ પણ વાંચો, ભારતમાં ઝડપથી ઘટી રહ્યા છે COVID-19ના આંકડા, જાણો કેવી રીતે લૉકડાઉન કારગર સાબિત થયું

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,62,727 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,37,03,665 થઈ ગઈ છે. કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 97 લાખ 34 હજાર 823 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,52,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,10,525 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,58,317 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
Published by: Mrunal Bhojak
First published: May 13, 2021, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading