Corona Latest Updates: 24 કલાકમાં કોરોના સંક્રમણના 26,727 નવા કેસ, 277 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: October 1, 2021, 10:19 AM IST
Corona Latest Updates: 24 કલાકમાં કોરોના સંક્રમણના 26,727 નવા કેસ, 277 દર્દીનાં મોત
છેલ્લા 24 કલાકમાં 64,40,451 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં 64,40,451 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા; એક્ટિવ કેસ માત્ર 2 લાખ 75 હજાર

  • Share this:
Covid-19 Latest Updates, 01 October 2021: ભારતમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર હાલમાં કેરળમાં (Kerala Corona Cases) જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 15 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, સાથોસાથ 122 દર્દીએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં (Covid-19 in Maharashtra) સંક્રમણમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અહીં એક દિવસમાં 3 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે જ્યારે 56 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના (Gujarat Corona Active Cases) 158 એક્ટિવ કેસ છે.

શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,727 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 277 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,37,66,707 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 89,02,08,007 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 64,40,451 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 4,48,339 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.


કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 30 લાખ 43 હજાર 144 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 28,246 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,75,224 એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ 97.8 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,48,339 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 57,04,77,338 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 15,20,899 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Explained: કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

ગુજરાતમાં 24 કલાકમાં 4,24,219 લોકોનું રસીકરણગુજરાતમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4,24,219 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,09,93,452 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine) આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો, મહામારી સામેની લડતમાં વધુ એક પડકાર: સગર્ભા સ્ત્રીઓમાં corona vaccine લેવાનો ખચકાટ કઈ રીતે દૂર કરવો?

ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 6, વડોદરામાં 2, વલસાડમાં 6, આણંદ, ગાંધીનગર, નવસારીમાં 1-1 સહિત કુલ 20 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદરામાં 2, રાજકોટમાં 4 , પોરબંદર, નવસારીમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 158 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 154 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815696 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: October 1, 2021, 10:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading