દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.12 ટકા, પરંતુ મોતના આંકડો 3 લાખને પાર, સમજો ગણિત

News18 Gujarati
Updated: May 24, 2021, 7:08 AM IST
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.12 ટકા, પરંતુ મોતના આંકડો 3 લાખને પાર, સમજો ગણિત
ભારતમાં 208 દિવસની અંદર મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 લાખથી વધુ 3 લાખ પહોંચી ગઈ

ભારતમાં 208 દિવસની અંદર મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 લાખથી વધુ 3 લાખ પહોંચી ગઈ

  • Share this:
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના મામલામાં ભારત (India) રવિવારે એ દેશોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયું, જ્યાં કોવિડ-19 (COVID-19)ના કારણે સૌથી વધુ મોત થયા છે. અમેરિકા (USA) અને બ્રાઝીલ (Brazil) બાદ ભારત ત્રીજો દેશ છે જ્યાં મહામારી (Pandemic)એ પોતાનો કહેર દર્શાવતા 3 લાખથી વધુ લોકોનાં જીવ લીધા છે. ભારતમાં મહામારીની બીજી લહેર (Corona Second Wave)એ સતત બે મહિના સુધી લાખોની સંખ્યામાં લોકોને સંક્રમતિ કર્યા અને હજારોની સંખ્યામાં લોકોના જીવ લીધા. જ્યારે સરકારી આંકડામાં જીવ ગુમાવનારની સંખ્યા 3 લાખને પાર જઈ ચૂકી છે તો વાસ્તવિક આંકડો કેટલો વધુ હશે, તે અનુમાન લગાવી શકાય છે.

Worldometers.info તરફથી રાત્રે 8 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ભારતમાં 3,00,312 લોકોના મોત કોવિડના કારણે થયા છે. આ આંકડો અમેરિકામાં થયેલા 6 લાખ મોતથી અડધો છે, જ્યારે બ્રાઝીલમાં 4 લાખ 48 હજાર મોતથી લગભગ દોઢ લાખ ઓછો છે. અમેરિકા, બ્રાઝીલ અને ભારત ઉપરાંત દુનિયામાં માત્ર 5 એવા દેશ છે (મેક્સિકો 2.21 લાખ, યૂકે-1.27 લાખ, ઈટલી 1.25 લાખ, રશિયા 1.18 લાખ, ફ્રાન્સ 1.08 લાખ), જ્યાં કોવિડથી મરનારા લોકોનો આંકડો લાખમાં પહોંચ્યો છે.

ભારતમાં મૃત્યુ દર ઓછો

કોરોનાનો માર સહન કરનારા દેશોમાં ભારતનો નંબર ભલે બીજો છે, પરંતુ મૃત્યુ દરના મામલામાં ભારત આ દેશોની તુલનામાં ખૂબ પાછળ છે, જ્યાં વાયરસે પોતાનું વિકરાળ રુપ દર્શાવ્યું. ભારતમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 2 કરોડ 26 લાખ છે, પરંતુ મૃત્યુ દર માત્ર 1.12 ટકા છે. ઈટલીમાં મૃત્યુ દર 3 ટકા રહ્યો. જ્યારે સૌથી વધુ પ્રભાવિત થયેલા દેશ અમેરિકામાં પણ મૃત્યુ દર તેનાથી લગભગ અઢી ગણો એટલે કે 1.8 ટકા રહ્યો. આ દર રેકોર્ડમાં આવેલા કોરોના કેસ અને મોતના આધારિત છે.

આ પણ વાંચો, લોકડાઉનમાં જે બાળકોનું વજન વધ્યું છે તેમને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ, નિષ્ણાંતોએ આપી આવી ચેતવણી

બીજી લહેરે હાલત બગાડીભારતમાં મોટી સંખ્યામાં લોકોના મરવાનો સિલસિલો કોરોનાની બીજી સુનામી દરમિયાન શરુ થયો. પહેલી લહેરમાં ભારતમાં મરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાના પીક ટાઇમ પર ભારતમાં 97 હજાર કેસ આવ્યા હતા, જ્યારે દેશમાં કુલ 33 હજાર લોકોનાં મોત થયા હતા. બીજી લહેરના પીક પર ભારતમાં એપ્રિલ મહિનામાં 49 હજાર લોકોના મોત થયા અને મે મહિનામાં આંકડો વધીને 87 હજાર પહોંચી ગયો.

આ પણ વાંચો, મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ


મહિનાના અંત સુધીમાં તેના 1 લાખ સુધી પહોંચવાની આશંકા છે. ફેબ્રુઆરીની વાત કરીએ તો તે સમયે મહિનાભરમાં 2765 લોકોનાં મોત થયા હતા અને કોઈ પણ આ ભયાનક દૃશ્યની કલ્પના નહોતું કરી રહ્યું. કુલ મળીને દેશના મોતના આંકડામાં 1 લાખની સંખ્યા માત્ર 27 દિવસની અંદર જોડાયા છે. 208 દિવસની અંદર દેશમાં મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 લાખથી વધુ 3 લાખ પહોંચી ગઈ છે.
Published by: Mrunal Bhojak
First published: May 24, 2021, 7:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading