PM મોદીની સાધુ-સંતોને અપીલ: કોરોના સંકટને પગલે કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવામાં આવે

News18 Gujarati
Updated: April 17, 2021, 9:52 AM IST
PM મોદીની સાધુ-સંતોને અપીલ: કોરોના સંકટને પગલે કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવામાં આવે
ફાઇલ તસવીર

Kumbh Mela 2021: પીએમ મોદીએ સાધુ-સંતોને અપીલ કરી કે, બે શાહી સ્નાન બાદ હવે કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવામાં આવે.

  • Share this:
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi)એ બે શાહી સ્નાન બાદ હવે કુંભ મેળા (Kumbh Mela 2021)ને પ્રતીકાત્મક રાખવામાં આવે તેવી અપીલ કરી છે. આ મામલે પીએમ મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં બે શાહી સ્નાન પૂર્ણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અનેક સંતો કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યાની વાત સામે આવી રહી છે. જે બાદમાં પીએમ મોદીએ ટ્વીટ કરીને મેળાને હવે પ્રતીકાત્મક રીતે ચાલુ રાખવામાં આવે તેવી સાધુ-સંતોને અપીલ કરી છે.  ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના મહા નિર્વાણી અખાડાના પ્રમુખ સ્વામી કપિલ દેવનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કુંભમાંથી પરત ફર્યાં બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત અનેક સંતોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પીએમ મોદીનું ટ્વીટ:

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયા છે. હવે કુંભ મેળાને કોરોનાનું સંક્ટ જોતા પ્રતીકાત્મક જ રાખવામાં આવે. આનાથી આ સંકટ સામેની લડાઈને તાકાત મળશે. આ મામલે મેં આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે વાતચીત કરી છે. તમામ સંતોના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી છે. તમામ સંતગણ તંત્રને પૂરો સહકાર આપી રહ્યા છે. હું આ માટે સંતગણોનો આભાર વ્યક્ત કરું છું."

પીએમ મોદીની અપીલ પર સ્વામી ગિરિએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે, "માનનીય વડાપ્રધાનના આહવાનનું અમે સન્માન કરીએ છીએ. જીવની રક્ષા મહાન પુષ્ણ છે. મારી ધર્મ પરાયણ જનતાને અપીલ છે કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સ્નાન માટે ન આવે અને કોવિડના નિયમોનું પાલન કરે."

આ પણ વાંચો: કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, રસોડાનો સામાન વેરવિખેર

100 દિવસ સુધી ચાલી શકે છે કોરોનાની બીજી લહેર: નિષ્ણાતનો મત

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિત નવા દર્દીઓની સંખ્યા દરરોજ બે લાખને પાર થઈ રહી છે. આ બધાની વચ્ચે ફરી એક વખત એવી ચર્ચા ઉઠી છે કે કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) ક્યારે સમાપ્ત થશે. દક્ષિણ-પૂર્વ દિલ્હી પોલીસ માટે એક નિષ્ણાતે તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી ચાલી શકે છે. આ પ્રકારની લહેરો 70 ટકા વસ્તીનું રસીકરણ ન થઈ જાય અને હાર્ડ ઇમ્યુનિટી (Herd immunity) વિકસિત ન થાય ત્યાં સુધી આવતી રહેશે.

આ પણ વાંચો: રાજકોટ: ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ, કંપનીમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી

દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1340 લોકોનાં મોત

દેશમાં કોરોનાની કેસ (India coronavirus updates) સતત વધી રહ્યા છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ (Record) બની રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે દેશમાં 1,340 લોકોનાં મોત (Death) થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: April 17, 2021, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading