Corona: સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 18,870 લોકો સંક્રમિત, 378 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: September 29, 2021, 10:09 AM IST
Corona: સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 18,870 લોકો સંક્રમિત, 378 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

India Fights Corona: ભારતમાં વેક્સીનેશન અભિયાન હેઠળ 87,66,63,490 ડોઝ અપાયા; 3 લાખથી ઓછા એક્ટિવ કેસ

  • Share this:
Corona Pandemic Latest Updates, 29 September 2021: દેશમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના કેસ (India Coronavirus Cases) 20 હજારથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની (Covid Active Cases) સંખ્યા પણ 3 લાખની નીચે જ રહી છે. કેરળમાં કોવિડ-19 મહામારીનો પ્રકોપ ઓછો થવાની અસર દેશના કોરોના આંકડાઓ પર પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં (Kerala Corona Cases) 11,196 નવા કેસ નોંધાયા છે અને 149 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં ગત એક દિવસમાં કોરોનાના (Gujarat Pandemic Updates) નવા 24 કેસ નોંધાયા છે.

બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,870 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 378 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,37,16,451 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 87,66,63,490 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 54,13,332 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં હાલ કુલ 148 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે.


કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 29 લાખ 58 હજાર 2 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 28,178 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,82,520 એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ 97.8 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,47,751 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 28 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 56,74,50,185 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 15,04,713 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, કોરોના બાદ હવે ડેંન્ગ્યૂ સામે DNA વેક્સિન પર કામ કરી રહ્યા છે ભારતીય વૈજ્ઞાનિકો, ZyCoV-Dએ વધારી આશા

ગુજરાતમાં એક દિવસમાં 24 લોકો સંક્રમિતગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona Cases in Gujarat) નવા 24 કેસ નોંધાયા છે. બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,666 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોવિડ-19 રિકવરી રેટ પણ 98.76 ટકા છે. રાજ્યમાં ગત એક દિવસમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આ ઉપરાંત, મંગળવારે 3,14,813 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, World Heart Day 2021: વધુ પ્રમાણમાં પરસેવો થાય કે પગમાં સોજો આવે તો સાવધાન! આ હ્રદય રોગના લક્ષણો હોઈ શકે

ગુજરાતમાં હાલ કુલ 148 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 143 નાગરિકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 8,15,666 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનમાં 8, વલસાડ 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, નવસારી 2, સુરત 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.
Published by: Mrunal Bhojak
First published: September 29, 2021, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading