Coronavirus Updates: દેશમાં 186 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, રિકવરી રેટમાં પણ સુધારો

News18 Gujarati
Updated: September 22, 2021, 9:51 AM IST
Coronavirus Updates: દેશમાં 186 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, રિકવરી રેટમાં પણ સુધારો
દેશમાં કોરોનાના કેસ સામે આવવાની સ્પીડ ધીમે-ધીમે ઘટી રહી છે. (તસવીર- PTI)

COVID-19 Pandemic: ભારતમાં 24 કલાકમાં નોંધાયા 26964 નવા કેસ, 383 દર્દીઓએ જીવ ગુમાવ્યો

  • Share this:
Covid-19 Latest Updates, 22 September 2021: ભારતમાં હાલ કોરોના સંક્રમણની (Corona Pandemic in India) સ્પીડ ઘટતી હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એક્ટિવ કેસમાં (Corona Active Cases) પણ ઘટાડો નોંધાયો છે. 186 દિવસ બાદ આજે સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. દેશમાં હાલ 3 લાખ 1 હજાર એક્ટિવ કેસ છે. ભારતમાં કોવિડ-19 દર્દીઓના રિકવરી રેટમાં (Covid-19 Recovery Rate) પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હાલ રિકવરી રેટ 97.8 ટકા થયો છે.

દેશમાં 24 કલાકમાં 383 દર્દીએ જીવ ગુમાવ્યા


બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,964 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 383 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,31,498 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 82,65,15,754 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 75,57,529 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કેરળમાં કોરોનાના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે.


કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 27 લાખ 83 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 34,167 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,01,989 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,45,768 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,67,54,282 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 15,92,395 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.આ પણ વાંચો, કોરોનાથી છુટકારો ક્યારે મળશે? તમારા મનમાં પણ આ સવાલ છે તો અહીં જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા

ગુજરાતમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજયમાં 21મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 31 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 2 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 4, રાજકોટ શહેરમાં 3, વડોદરા શહેરમાં 3, વલસાડ જિલ્લામાં 2, ગાંધીનગર શહેરમાં 1, નવસારી શહેરમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો, એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ ટાળજો: કેન્સર અને હાર્ટએટેકથી પણ ખતરનાક ગણાતા આ રોગનો છે ખતરો

ગુજરાતમાં કોરોનાના 133 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 130 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,536 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. રાજ્યના હેલ્થવર્ક અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 17,58,664 વ્યક્તિને રીસના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંરના 97,27,662 લોકોને રસીના બંને ડોઝન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 18-45 વર્ષની ઉંમરના 56,20,336 વ્યક્તિને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2021, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading