કરુણ ઘટના! લગ્નના અઢી વર્ષમાં જ સિવિલ એન્જીનિયર પતિએ પોત પ્રકાશ્યું, પત્નીએ કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: June 18, 2021, 10:29 PM IST
કરુણ ઘટના! લગ્નના અઢી વર્ષમાં જ સિવિલ એન્જીનિયર પતિએ પોત પ્રકાશ્યું, પત્નીએ કરી આત્મહત્યા
મૃતકની તસવીર

લગ્ન બાદ સુખી સંમ્પન્ન ઘરના આ સાસરિયાઓએ પરિણીતા ઉપર દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરું કર્યું હતું. વધારાના દહેજ માટે મ્હેણા ટોણાં અને શારીરિક ત્રાસ આપવી હેરાનગતી શરૂ કરી હતી.

  • Share this:
કલબુર્ગીઃ માતા-પિતા પોતાની (mother-father) પુત્રીનો હાથ (daughter marriage) એક યુવકના હાથમાં આપતા પહેલા ખુબ જ વિચારે છે. યુવકના ગુણો, નોકરી, કમાણી , એ કમાણીમાં તેની પુત્રી ખુશ રહી શકશે. આવું વિચારીને પુત્રીના લગ્ન કરાવીને સાસરી મોકલી દે છે. પરંતુ ક્યારેક આવી ગણના ખોટી સાબિત થતી હોય છે. પરંતુ કન્નાની પુત્રીને લગ્ન પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાસરિયાઓ દ્વારા દહેજ (dowry) માટે અસહ્ય ત્રાસ ગુજારવામાં (domestice violence) આવતો હતો. જેના કારણે એન્જિનિયરની (Engineer) પત્નીએ આત્મહત્યા (wife suicide) કરી લીધી હતી.

આ દર્દનાક ઘટના કર્ણાટકના કલબુર્ગીની છે. અહીં એક વિવાહિત મહિલાએ વધારાના દહેજ માટે પોતાના પતિ સહિત સાસરિયાઓના ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વીરન્ના કર્ણાટકના કલબુર્ગી શહેમાં બેન્ક કોલોનીમાં રહે છે. તે એક સિવિલ એન્જિનિયરના રૂપમાં કામ કરે છે.

અઢી વર્ષ પહેલા 21 વર્ષીય રચિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સુખી સંમ્પન્ન ઘરના આ સાસરિયાઓએ પરિણીતા ઉપર દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરું કર્યું હતું. વધારાના દહેજ માટે મ્હેણા ટોણાં અને શારીરિક ત્રાસ આપવી હેરાનગતી શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

સાસરીયાઓ દ્વારા કરવામાં આવતો અસહ્ય ત્રાસ પરિણીતાની સહનની બહાર જતો રહ્યો હતો. જેના કારણે પરિણીતાએ જીવનને ટૂંકાવવાનું નક્કી કરીનને આત્મહત્યા કરી લીધી હતી. પુત્રીના મોતના સમાચાર મળતા જ તેના માતા-પિતા સાસરી પહોંચ્યા હતા.આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-પંચમહાલઃ સિઝનના પહેલા વરસાદથી પાવાગઢ ડુંગરના પગથિયાઓ પર વહી 'નદી', જુઓ નયનરમ્ય video

મૃતકાના માતા-પિતાએ પુત્રીએ આત્મહત્યા નહીં કરી પરંતુ સાસરિયાઓના વધારે દહેજની લાલચથી કરેલા ત્રાસના કારણે હત્યા ગણાવી હતી. મૃતકના માતા-પિતાની ફરિયાદના આધારે પતિ વીરન્ના અને સાસુ લક્ષ્મીબાઈ અને સસરા ચંદ્રકાંતની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા.મૃતકાના પોસ્ટમોર્ટ બાદ તેની લાશને તેના પરિવારને સોંપી દીધી હતી. અહીં દુઃખદ ઘટના એ છે પુત્ર એન્જીનિયર છે અને સારી નોકરી હોવા છતાં સુખીસંમ્મપન ઘરના લોકો પણ દહેજની લાલચ રાખી ત્રાસ આપ્યો અને એક નિર્દોષ પરિણીતાએ જીવ ગુમાવ્યો હતો.
Published by: ankit patel
First published: June 18, 2021, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading