કેરળ પોલીસનો ડાન્સ કરીને કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ


Updated: April 30, 2021, 4:55 PM IST
કેરળ પોલીસનો ડાન્સ કરીને કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ
તસવીર - State Police Media Centre Kerala / Facebook.

કેરળ પોલીસે લોકોમાં કોવિડ-19ના નિયમો અને દિશા નિર્દેશોનું પાલન કરવા માટે પોલીસકર્મીઓનો ડાન્સ કરતો વિડીયો શેર કર્યો છે

  • Share this:
કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેરળ પોલીસે લોકોમાં કોવિડ-19ના નિયમો અને દિશા નિર્દેશોનું પાલન કરવા માટે પોલીસકર્મીઓનો ડાન્સ કરતો વિડીયો શેર કર્યો છે. રાજ્યમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે, એવામાં કેરળ સ્ટેટ પોલીસ મીડિયા સેન્ટરે ફેસબુક પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં પોલીસકર્મીઓ ડાન્સના માધ્યમથી માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને અન્ય નિયમો અંગે જાગૃતતા લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જે પેરોડી સોન્ગ છે તે સુપરહિટ તમિલ સોન્ગ એન્જોય ઈંજામીથી પ્રેરિત છે. પોલીસકર્મીઓ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને 1:30 મિનિટના વીડિયોમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોને શેર કરીને કેપ્શન લખવામાં આવ્યું હતું કે, “કેરળ પોલીસ હંમેશા તમારી સાથે છે, ચાલો એક સાથે આ મહામારી સામે લડીએ.”

આ પણ વાંચો - અર્જુન કપૂરે બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યા 1 કરોડ રૂપિયા, 30 હજાર લોકોની કરી મદદ

કોરોના મહામારી વિશે જાગૃતતા લાવવા માટે ગીતના શબ્દો લખવામાં આવ્યા છે. લોકોને યોગ્ય રીતે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને સેનિટાઈઝર વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે. ગીતમાં મહત્વપૂર્ણ રૂપે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે વેક્સીન લેવા માટે ભાર મુકવામાં આવ્યો છે.

પોલીસ મીડિયા સેન્ટરના ઉપનિદેશક વી.પી. પ્રમોદ કુમારે આ વીડિયોનુ ડાયરેક્શન કર્યું છે. આ વીડિયોને 3.5 લાખ કરતા વધુ વ્યૂઝ અને 36,000 લાઈક મળી છે તથા 14,000 વાર શેર કરવામાં આવ્યો છે.કોરોના વિશે જાગૃતિ લાવતો કેરલા પોલીસનો આ પહેલો વીડિયો નથી કે જે વાયરલ થયો છે. માર્ચ 2020માં પણ કેરળ પોલીસના ‘હેન્ડ વોશ ડાન્સ’ વીડિયોને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો. તે વીડિયોમાં 6 પોલીસકર્મીઓએ WHO દ્વારા નિર્ધારિત હાથ ધોવાની સુરક્ષિત રીત વિશે જણાવ્યું હતું.

કેરલામાં બુધવારે 35,013 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ 14,95,377 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં 41 મોતની સાથે કુલ 5,212 મૃત્યુ થયા છે. રાજ્યમાં બુધવારે કુલ 12,23,185 લોકો સાજા થયા છે અને હાલમાં 2,66,646 કેસ એક્ટિવ છે.
First published: April 30, 2021, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading