સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પરના માઈલસ્ટોનના અલગ અલગ રંગ પાછળનું જાણો કારણ


Updated: April 17, 2021, 6:13 PM IST
સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પરના માઈલસ્ટોનના અલગ અલગ રંગ પાછળનું જાણો કારણ
(Image: Shutterstock)

તમને કદાચ સવાલ થતો હશે કે આ પથ્થર પર અલગ અલગ રંગમાં શા માટે જોવા મળે છે

  • Share this:
જ્યારે તમે ક્યાંય જતા હશો ત્યારે રસ્તા પર થોડા થોડા અંતરે કિલોમીટર લખેલા પથ્થર જોવા મળે છે. કોઈ દૂર સ્થળ પર જવાનું હોય છે ત્યારે આ પથ્થર જોવા મળે છે. પરંતુ તમને કદાચ સવાલ થતો હશે કે આ પથ્થર પર અલગ અલગ રંગમાં શા માટે જોવા મળે છે. દૂરના સ્થળ પર જવાનું હોય ત્યારે તે સ્થળ સુધીનું અંતર જાણવા માટે આ પથ્થર મદદ કરે છે. આપણો દેશ 58.98 લાખ કિલોમીટરનું વિસ્તૃત રોડ નેટવર્ક ધરાવે છે. આ રોડ નેટવર્કમાં ગ્રામીણ રસ્તા, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે.

નારંગી સ્ટ્રીપ ધરાવતા પથ્થર

નારંગી સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે ગ્રામીણ વિસ્તારમાં સફર કરી રહ્યા છો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને જવાહર રોજગાર યોજના (JRY) હેઠળ 3.93 લાખ કિમીની ધરાવતા ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પીળી સ્ટ્રીપ ધરાવતા પથ્થર

પીળી સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે નેશનલ હાઈવે પર સફર કરી રહ્યા છો. આ રસ્તાઓ શહેર અને રાજ્યોને જોડે છે. વર્ષ 2021ના આંકડા અનુસાર નેશનલ હાઈવે 151,019 કિમીની લંબાઈ કવર કરે છે.

આ પણ વાંચો - 5000mAh બેટરી અને દમદાર ફીચર ધરાવતો સ્માર્ટફોન રૂ. 5 હજાર કરતા પણ ઓછી કિંમતમાં!કાળી અથવા બ્લ્યૂ સ્ટ્રીપ ધરાવતા પથ્થર

કાળી અથવા બ્લ્યૂ સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે શહેર અથવા જિલ્લાના રસ્તાઓ પર સફર કરી રહ્યા છો. હાલમાં ભારતમાં જિલ્લા રસ્તાઓનું 561, 940 કિમીનું નેટવર્ક છે.

લીલી સ્ટ્રીપ ધરાવતા પથ્થર

લીલી સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે સ્ટેટ હાઈવે પર સફર કરી રહ્યા છો. સ્ટેટ હાઈવે અલગ અલગ રાજ્યોના શહેરોને જોડે છે અને 2016ના આંકડા અનુસાર 176,166 કિમી સુધી ફેલાયેલ છે.

ઝીરો માઈલ સેન્ટર

બ્રિટિશ કાળ દરમ્યાનથી ભારતમાં નાગપુર ઝીરો માઈલ સેન્ટર ધરાવે છે. અન્ય પ્રમુખ શહેરોના ડિસ્ટન્સને માપવા માટે રેફરન્સ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
First published: April 17, 2021, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading