IMD Alert! ભારતમાં હવે 1 જૂને આવશે ચોમાસું, કેવું રહેશે તેના પર ટકેલી છે અર્થવ્યવસ્થા

News18 Gujarati
Updated: May 28, 2020, 8:09 PM IST
IMD Alert! ભારતમાં હવે 1 જૂને આવશે ચોમાસું, કેવું રહેશે તેના પર ટકેલી છે અર્થવ્યવસ્થા
IMD Alert! ભારતમાં હવે 1 જૂને આવશે ચોમાસું, કેવું રહેશે તેના પર ટકેલી છે અર્થવ્યવસ્થા

આઈએમડીએ પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 6 જૂને પહોચશે, પરંતુ સાઈક્લોન ગયા પછી કેટલીક જગ્યાઓ પર દબાણ ઘટવાને કારણે જલ્દી આવી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ચોમાસાનો પહેલો વરસાદ (monsoon in india) 1 જૂનની આસપાસ દક્ષિણ તટના માધ્યમથી ભારતમાં પ્રવેશ કરવાની સંભાવના છે. મોસમ વિભાગે ગુરુવારે કહ્યું છે કે ચાર મહીના આવતો વરસાદ ભારત માટે ઘણો મહત્વપુર્ણ છે, કારણ કે આપણા દેશની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ભારતના મોસમ વિભાગે (આઈએમડી) એક નિવેદનમાં કહ્યું કે, ચોમાસાની શરુઆત માટે મોસમની સ્થિતિ 1 જૂન 2020 થી અનૂકુળ થવાની સંભાવના છે. પહેલો વરસાદ કેરળમાં 1 જૂને આવી શકે છે. આઈએમડીએ પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 6 જૂને પહોચશે, પરંતુ સાઈક્લોન ગયા પછી કેટલીક જગ્યાઓ પર દબાણ ઘટવાને કારણે જલ્દી આવી રહ્યું છે.

ભારતની લગભગ અડધી ખેતી કોઈ સિંચાઈ વગર ચોખા, મકાઈ, શેરડી, કપાસ અને સોયાબીન જેવા પાક ઉગાડવા માટે વાર્ષિક જૂન-સપ્ટેમ્બરના વરસાદ પર નિર્ભર રહે છે. આઈએમડીએ ગત મહિને કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે એવરેજ ચોમાસું વરસાદ થવાની સંભાવના છે, જેથી ઉચ્ચ કૃષિ ઉત્પાદનની આશા વધી જાય છે. ભારતીય અર્થવ્યવસ્થા એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે કોરોના વાયરસ મહામારીના કારણે લાગેલા લૉકડાઉનના કારણે ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે.

આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટનો નિર્દેશ - પ્રવાસી મજૂરોને મફતમાં ઘરે પહોંચાડો, 5 જૂને આગામી સુનાવણી

પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરની ઉપર સાઈક્લોનના પ્રભાવના કારણે પશ્ચિમ મધ્ય અરબ સાગરની ઉપર એક ઓછા દબાણ વાળો એરિયા બની ગયો છે. આશા છે કે આગળના 72 કલાકમાં આ ઉત્તર પશ્ચિમથી દક્ષિણ ઓમાન અને પૂર્વીય યમન તટ તરફ વધશે.

મોસમ વિભાગના એલર્ટને જોતા કેરળ સરકારે અરબ સાગરમાં માછલી પકડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે જે માછીમારો પહેલાથી સમુદ્રમાં માછલી પકડવા ગયા છે, તેમને પણ આજ રાત સુધીમાં પાછા આવવા માટે સંદેશો મોકલવામાં આવ્યો છે. જે લોકો કેરળ તટ પર નહી પહોચી શકે, તેમને કહેવામાં આવ્યું છે કે જેટલું બને એટલું ઝડપી પોતાની નજીકના તટ પર પહોચી જાવ. આ પહેલા મોસમ વિભાગે 6 જૂને ચોમાસું પહોચવાનો અંદાજ લગાવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: May 28, 2020, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading