Covid-19 Updates: કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી ઘટાડો, 24 કલાકમાં 25,404 લોકો સંક્રમિત, 339નાં મોત

News18 Gujarati
Updated: September 14, 2021, 9:51 AM IST
Covid-19 Updates: કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી ઘટાડો, 24 કલાકમાં 25,404 લોકો સંક્રમિત, 339નાં મોત
કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર- AP)

India Fights Corona: ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ઘટી; એક દિવસમાં 78,66,950 લોકોને કોવિડની રસી અપાઈ

  • Share this:
India Coronavirus Updates, 14 September 2021: ભારતમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 25 હજાર લોકો સંક્રમિત થયા છે અને 339 દર્દીએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય કેરળમાં (Kerala Corona Cases) એક દિવસમાં 15 હજાર લોકો સંક્રમિત થયા છે. સોમવારની તુલનામાં આ આંકડો પાંચ હજાર જેટલો ઓછો છે. મહારાષ્ટ્રમાં (Mahrashtra Covid-19 Cases) પણ એક દિવસમાં 3 હજારથી ઓછા કેસ નોંધાયા છે. તો ગુજરાતની (Corona Cases in Gujarat) વાત કરીએ તો અહીં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ માત્ર 161 એક્ટિવ કેસ છે.

મંગળવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,404 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 339 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,89,579 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 75,22,38,324 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 78,66,950 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

Corona cases india data
અત્યાર સુધીમાં કુલ 4,43,213 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.


દેશમાં કોવિડ રિકવરી રેટમાં સુધારો

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 24 લાખ 84 હજાર 159 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,127 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,62,207 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,43,213 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,44,44,967 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 14,30,891 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.આ પણ વાંચો, Covaxinને WHOની મંજૂરી મળવાની તૈયારી, ભારતીયોને ફાયદો કેમ?

ગુજરાતમાં એક દિવસમાં દોઢ લાખ લોકોને કોરોનાની રસી અપાઈ

ગુજરાતમાં કોરોના સંક્રમણની (Gujarat Coronavirus updates) વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. જેની સામે 16 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,49,486 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,25,77,634 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો, Explained: કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં સુરતમાં 7, વડોદરામાં 4 અને જામનગરમાં 1 સહિત કુલ 12 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 5, ગીર સોમનાથમાં 2, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગરમાં 1-1દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 161 એક્ટિવ કેસ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 156 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815386 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 14, 2021, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading