ફાની પર રાજકારણ : મોદીએ કહ્યુ- બેઠક માટે મમતાએ સમય ન આપ્યો

News18 Gujarati
Updated: May 6, 2019, 2:10 PM IST
ફાની પર રાજકારણ : મોદીએ કહ્યુ- બેઠક માટે મમતાએ સમય ન આપ્યો
મોદી અને મમતા વચ્ચે ચાલી રહેલો મતભેદ હવે ખુલીને સામે આવી રહ્યા છે

મોદી અને મમતા વચ્ચે ચાલી રહેલો મતભેદ હવે ખુલીને સામે આવી રહ્યા છે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જીની વચ્ચે ચાલી રહેલો મતભેદ હવે ખુલીને સામે આવી રહ્યા છે. સૂત્રો મુજબ, ફાની ચક્રવાતથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે પીએમ મોદી બંગાળ સરકારની સાથે બેઠક કરવા માંગતા હતા, પરંતુ મમતાએ ચૂંટણીમાં વ્યસ્તતાનું કારણ રજૂ કરીને બેઠકને ટાળી દીધી.

મેં બે વાર ફોન કર્યો પણ દીદીએ વાત ન કરી : મોદી


વડાપ્રધાન મોદીએ ઓડિશાના પ્રવાસ બાદ બંગાળના તમલુકમાં જાહેર સભામાં મમતા બેનર્જી પર હુમલો કર્યો હતો. મોદીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદીએ આ ચક્રવાતમાં પણ રાજકારણ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. ચક્રવાતના સમયે મેં મમતા દીદી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીદીનો અહંકાર એટલો વધુ છે કે તેઓએ વાત ન કરી. હું રાહ જોતો રહ્યો કે કદાચ દીદી વળતો ફોન કરશે, પરંતુ તેઓએ ફોન ન કર્યો. હું પશ્ચિમ બંગાળના લોકોની ચિંતામાં હતા તેથી મેં ફરી ફોન કર્યો, પરંતુ દીદીએ બીજી વાર પણ વાત ન કરી.

શું કહ્યું મમતા સરકારે?

સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, પીએમઓ તરફથી પશ્ચિમ બંગાળ સરકારની સાથે ફાની પર એક રિવ્યૂ મીટિંગ પ્રસ્તાવિત કરવામાં આવી હતી. મમતા સરકારે આ પ્રપોઝલને ફગાવી દેતા જવાબ આપ્યો કે હાલ તમામ અધિકારી ચૂંટણીની ડ્યૂટીમાં વ્યસ્ત છે. મોદી આજે ઓડિશાના પ્રવાસે હતા, જ્યાં તેઓએ ફાની બાદ થયેલા નુકસાન અને રાહત કાર્યો વિશે માહિતી મેળવી. આ તરફ પશ્ચિમ બંગાળ સરકારની સાથે પણ એક રિવ્યૂ મીટિંગ પ્રસ્તાવિત હતી, જેને મમતા સરકારે ઠુકરાવી દીધી.

પહેલા પણ નહોતો ઉઠાવ્યો ફોન

સૂત્રો મુજબ, પીએમઓના સ્ટાફે પહેલા પણ બે વાર વડાપ્રધાનની પશ્ચિમ બંગાળીના સીએમ સાથે વાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને વાર તેઓને કોઈ જવાબ ન મળ્યો. નામ ન પ્રકાશિત કરવાની શરતે પીએમઓ સૂત્રએ News18ને જણાવ્યું કે, સ્ટાફે પહેલીવાર જ્યારે ફોન કર્યો તો આ જાણકારી આપી કે પશ્ચિમ બંગાળની સીએમ પ્રવાસ પર છે અને વળતો ફોન કરવામાં આવશે. બીજી વાર પણ સ્ટાફે ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો.

આ પણ વાંચો, ફાની : કેન્દ્ર સરકારે ઓડિશાને આપ્યું 1000 કરોડનું રાહત પેકેજ

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, મમતા સાથે વાત ન થવાના કારણે વડાપ્રધાને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી સાથે વાત કરી. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસે ફાની તોફાનના કારણે ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને બદલે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી સાથે વાત કરવાને લઈન પીએમ મોદીની ટીકા કરી હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે મોદી દેશના સંઘીય ઢાંચાનું સન્માન નથી કરી રહ્યા.
Published by: Mrunal Bhojak
First published: May 6, 2019, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading