ચાલુ કારે યુવકને આવી ગઈ ઊંઘ, ફૂલ સ્પીડ કાર રોડની બાજુમાં ઊભેલી કારને ધકાડારભેર અથડાઈ, ત્રણના મોત

News18 Gujarati
Updated: March 27, 2021, 11:33 PM IST
ચાલુ કારે યુવકને આવી ગઈ ઊંઘ, ફૂલ સ્પીડ કાર રોડની બાજુમાં ઊભેલી કારને ધકાડારભેર અથડાઈ, ત્રણના મોત
અકસ્માતગ્રસ્ત કારની તસવીર

આનંદ એન્જિયિયરિંગ કોલેજ પાસે સ્થિત ફૌજી ઢાબાની સામે સ્વિફ્ટ કાર ચલાવતા ઊંઘ આવી ગઈ હતી. ત્યારબાદ ફૂલ સ્પીડ કાર રસ્તાની બાજુમાં ઊભેલી કરા અને લોકોને ટક્કર મારતી ઝાડ સાથે ટકરાઈ હતી.

  • Share this:
આગરાઃ ઉત્તર પ્રદેશના આગરા-મથુરા હાઈવે (Agra-Mathura Highway) ઉપર એક કાર ચાલકને ઊંઘની ઝપકી આવી જતાં રાડની બાજુમાં ઊભેલી કારને (car hits car) ધડાકાભેર અથડાઈ હતી. સિકંદરા પોલીસ સ્ટેશન અંતર્ગત આ ગમખ્વાર અકસ્માત (car accident) સર્જાયો હતો.

ફૂલ સ્પીડ કાર હાઈવેની બાજુમાં ઊભેલી અન્ય કાર સાથે જોરાદાર રીતે ટકરાયા બાદ પલટીને ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારના ફૂરચા બોલાઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કાર સવાર યુવક અને રોડની બાજુમાં ઊભેલા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ (hospital) લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે કાનપુરના ઘાટમપુર ઉમરીનો રહેવાસી શાનૂ સ્વિફ્ટ કાર લઈને ઘરેથી વૃંદાવન જઈ રહ્યો હતો. કારમાં આમોર નિવાસી અનિલ સિંહ, તેમના મિત્ર રવિ અને ભત્રીજા ગગન અને અક્ષય સવાર હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે લગભગ સાત વાગ્યે આનંદ એન્જિયિયરિંગ કોલેજ પાસે સ્થિત ફૌજી ઢાબાની સામે સ્વિફ્ટ કાર ચલાવતા ઊંઘ આવી ગઈ હતી. ત્યારબાદ ફૂલ સ્પીડ કાર રસ્તાની બાજુમાં ઊભેલી કરા અને લોકોને ટક્કર મારતી ઝાડ સાથે ટકરાઈ હતી.આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

અકસ્માતમાં કારમાં સવાર 20 વર્ષીય અક્ષય અને રસ્તા પાસે ઊભેલા કૌશાંબીના દેવીગંજ નિવાસી અશોક, ફતેહપુરાના ખાગા વિસ્તારના કુરૈન નિવાસી અમનનું મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય ચાર લોકો અનિલ સિંહ, રવિ, શાનૂ, ગગન અને સંદીપ પાલ ઘાયલ થયા હતા. પોલીસે તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.સિકંદરા પોલીસ સ્ટેશનના નિરીક્ષક કમલેશ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી.
Published by: ankit patel
First published: March 27, 2021, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading