ન્યૂયોર્ક : આત્મહત્યા પહેલા મહિલાએ શેર કર્યો વીડિયો, રડતા-રડતા પતિની ક્રૂરતા બતાવી

News18 Gujarati
Updated: August 7, 2022, 9:22 AM IST
ન્યૂયોર્ક : આત્મહત્યા પહેલા મહિલાએ શેર કર્યો વીડિયો, રડતા-રડતા પતિની ક્રૂરતા બતાવી
ન્યૂયોર્કમાં એક ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે (mandeep kaur)પતિના ત્રાસથી આત્મહત્યા (suicide)કરી લીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે (તસવીર - સોશિયલ મીડિયા)

Woman Suicide Video - મહિલાનો ભાવુક કરતો વીડિયો વાયરલ, 6 અને 4 વર્ષની બે પુત્રીઓની માતા રડતા-રડતા સતત કહે છે કે આઠ વર્ષ થઇ ગયા, હવે હું રોજ મારપીટ સહન કરી શકતી નથી

  • Share this:
ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં એક ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે (mandeep kaur)પતિના ત્રાસથી આત્મહત્યા (suicide)કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા મહિલાએ એક વીડિયો (Woman Suicide Video)બનાવ્યો હતો અને પતિ કેવો ત્રાસ આપતો હતો તે વાત કહી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે ફક્ત પુત્રીઓની જન્મ આપવાને કારણે પતિ તેની રોજ પીટાઇ કરતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

મહિલાનો ભાવુક કરતો વીડિયો


વાયરલ થઇ રહેલા વીડિયોમાં 30 વર્ષની મનદીપ કૌર કહે છે કે મેં ઘણું બધું સહન કરી લીધું. એ આશામાં કે તે એક દિવસ પોતાનો વ્યવહાર બદલશે. 6 અને 4 વર્ષની બે પુત્રીઓની માતા રડતા-રડતા સતત કહે છે કે આઠ વર્ષ થઇ ગયા, હવે હું રોજ મારપીટ સહન કરી શકતી નથી. પંજાબીમાં બોલતા કહે છે કે તે પોતાના પતિ અને સાસરિયાવાળા પર આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવે છે. તે કહે છે કે પિતાજી હું મરવાની છું કુપા કરીને મને માફ કરો.

પતિ અને સાસરિયાવાળા તેની પાસે એક પુત્ર ઇચ્છતા હતા


મનદીપ કૌરની બહેન કુલદીપ કૌરે આરોપ લગાવ્યો કે પતિ અને પરિવારજનો તેની પાસે એક પુત્ર ઇચ્છતા હતા. સાસરિયાના લોકોએ દહેજ માટે 50 લાખ રૂપિયાની માંગણી પણ કરતા હતા અને આને લઇને મનદીપ સાથે મારપીટ પર કરવામાં આવતી હતી. જ્યારે આવું ના થયું તો મારી બહેનને સુસાઇડ માટે મજબૂર કરી હતી.

આ પણ વાંચો - સાપ કરડવાથી મોટા ભાઈનું મોત, અંતિમ સંસ્કાર માટે આવેલા નાના ભાઈને પણ સાપે ડંખ માર્યો, થયું મોત

પિતાએ કેસ કર્યો


મહિલાના પિતા જસપાલ સિંહે અમેરિકામાં રહેતા પતિ અને ભારતમાં રહેતા પુત્રીના સાસરિયાના લોકો પર આત્મહત્યા માટે ઉપસાવવાનો કેસ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે અમારા સંબંધીઓ ન્યૂયોર્કમાં પોલીસ સાથે કેસને આગળ વધારી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે અમારી પૌત્રી હવે સુરક્ષિત રહે. તે હજુ પણ પોતાના પિતા સાથે છે. આ મામલે પતિ અને તેના પરિવાર તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.

2015માં થયા હતા લગ્ન


ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી મનદીપ કૌર અને રંજોધબીર સિંહ સંધૂના લગ્ન 2015માં થયા હતા. બિજનૌરમાં કૌરના પરિવારે કહ્યું કે તેમને આશા હતી કે કોઇક દિવસ દુર્વ્યવહાર ખતમ થઇ જશે. પિતાએ કહ્યું કે અમે એક વખત હસ્તક્ષેપ કર્યો અને ન્યૂયોર્કમાં પોલીસ પાસે પણ ગયા હતા. જોકે તેણે અમને પાછળ હટવા કહ્યું હતું અને સમાધાન કરી લીધું હતું. હવે પરિવારે લાશને ભારત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી છે.
Published by: Ashish Goyal
First published: August 7, 2022, 9:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading