પ્રતિકાત્મક તસવીર
પાકિસ્તાન (Pakistan)ના લોહોરમાં PUBGના ક્રેઝમાં એક યુવક ખૂની ગયો હતો. યુવકે ગેમને લઇ વારંવારની ટકોર બાદ માતા અને ત્રણ ભાઈ-બહેનોની હત્યા (Murder)કરી નાંખી.
- News18 Gujarati
- Last Updated: January 28, 2022, 9:34 PM IST
દુનિયાભરમાં PUBG ગેમના સૌથી વધારે યુઝર્સ છે. ઘણા લોકોને આ ગેમની એટલી બધી ટેવ પડી છે કે તેઓને આ ગેમ રમતા અટકાવવામાં આવે કે ટકોર કરવામાં આવે તો તેઓ એટલા ગુસ્સામાં આવી જાય છે કે કોઇની હત્યા કે આત્મહત્યા (Suicide) પણ કરી લે છે. આ ગેમ રમત-રમતા ઘણા યુઝર્સ પોતાનો માનસિક કંટ્રોલ પણ ખોઈ બેઠા હતા તેવું અનેકવાર સામે આવી ચૂક્યું છે. ત્યારે જો એવું કહેવામાં આવે કે પબજી (PUBG Game) ગેમ નથી પણ એક નશો છે, તો તેમા કોઇ ભૂલ નથી. કારણ કે પરિસ્થિતિ કંઇક આવી જ છે. ક્યારેક એવા અહેવાલો સામે આવે છે કે એક બાળકે PUBG ગેમ માટે મોબાઈલ ખરીદવા પિતાના ખાતામાંથી પૈસા ચોર્યા અને પછી પૈસા ન મળતાં તેણે આત્મહત્યા કરી. હવે એક રિપોર્ટ આવી રહ્યો છે જે ખરેખર ચોંકાવનારો છે. પાકિસ્તાન (Pakistan)માં PUBGના ક્રેઝમાં એક યુવક ખૂની ગયો. આ યુવકે તેની માતા અને ત્રણ ભાઈ-બહેનોની હત્યા (Murder)કરી નાંખી.
ડેઈલી સ્ટારની ખબર અનુસાર લાહોર પોલીસે ગુરુવારે એક મહિલા ડૉક્ટર અને તેના ત્રણ બાળકોની હત્યાનો કેસ ઉકેલી લેવાનો દાવો કર્યો હતો. આ ચારેયના મૃતદેહ લાહોરના ગજ્જુમતા સ્થિત તેમના ઘરેથી મળી આવ્યા હતા. તેમને ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન મહિલાનો પુત્ર જૈન આ હત્યા માટે દોષી હોવાનું બહાર આવ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જૈનને ઇન્ટરનેટ પર ગેમ રમવાની લત હતી. તેને પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ્સ (PUBG) રમવાનો ઝબરો ક્રેઝ હતો. તે આખો દિવસ પબજી રમવામાં જ પસાર કરતો હતો. આટલી બધી ઓનલાઈન ગેમ રમવા માટે પરિવાર તેને રોકતો હતો. આ બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. ગત વર્ષે એપ્રિલમાં જૈને તેના પરિવારને રસ્તામાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે તેની માતા, બહેન અને ભાભીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસને ઘરમાંથી ડોક્ટર નાહીદ મુબારિક (40), મહનૂર (16), જન્નત ફાતિમા (8) અને તૈમૂર (21)ના મૃતદેહ મળ્યા હતા.
પોલીસ અનુસાર લાહોરના નવા કોટ વિસ્તારમાં PUBG ગેમને લઈને તેના પરિવારના સભ્યો સાથે વિવાદ બાદ જૈને ચારેયને ગોળી મારી દીધી હતી. પોલીસ હજુ આરોપીની પૂછપરછ કરી રહી છે.
ડેઈલી સ્ટારની ખબર અનુસાર લાહોર પોલીસે ગુરુવારે એક મહિલા ડૉક્ટર અને તેના ત્રણ બાળકોની હત્યાનો કેસ ઉકેલી લેવાનો દાવો કર્યો હતો. આ ચારેયના મૃતદેહ લાહોરના ગજ્જુમતા સ્થિત તેમના ઘરેથી મળી આવ્યા હતા. તેમને ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન મહિલાનો પુત્ર જૈન આ હત્યા માટે દોષી હોવાનું બહાર આવ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જૈનને ઇન્ટરનેટ પર ગેમ રમવાની લત હતી. તેને પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ્સ (PUBG) રમવાનો ઝબરો ક્રેઝ હતો. તે આખો દિવસ પબજી રમવામાં જ પસાર કરતો હતો. આટલી બધી ઓનલાઈન ગેમ રમવા માટે પરિવાર તેને રોકતો હતો. આ બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.
પોલીસ અનુસાર લાહોરના નવા કોટ વિસ્તારમાં PUBG ગેમને લઈને તેના પરિવારના સભ્યો સાથે વિવાદ બાદ જૈને ચારેયને ગોળી મારી દીધી હતી. પોલીસ હજુ આરોપીની પૂછપરછ કરી રહી છે.