કોરોના અંગે પીએમ મોદીની મહત્વની બેઠક, દવા અને રસીકરણ મુદ્દે આપ્યા આદેશ

News18 Gujarati
Updated: May 6, 2021, 5:19 PM IST
કોરોના અંગે પીએમ મોદીની મહત્વની બેઠક, દવા અને રસીકરણ મુદ્દે આપ્યા આદેશ

  • Share this:
નવી દિલ્લી: પ્રધનામંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)એ દેશમાં કોરોનાની હાલને લઇને ગુરુવારે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું. પીએમ મોદીએ આ બેઠકમાં દેશના દરેક રાજ્યોમાં કોવિડ-19 ની સ્થિતિ અંગે જાણકારી આપી હતી. પીએમની બેઠકમાં દવાઓની ઉણપ અને રસીકરણને લઇને મહત્વના આદેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં કહ્યું કે, રાજ્યોની બેઠકમાં કોરોના રસીકરણની ગતિમાં ઘટાડો ન આવવો જોઇએ પ્રધાનમંત્રી કાર્યલયે આ અંગેની માહિતી આપી હતી.

પીએમઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી સામે અલગ-અલગદ રાજ્યોમાં થઇ રહેલા કોરોનાની એક વિસ્તૃત છબી પ્રસ્તુત કરવામાં આવી હતી. તેણે 12 રાજ્યોમાં 1 લાખ કરતા વધારે સક્રિય કેસોની જાણકારી આપી હતી. આ સાથે જ વધારે કેસો આવતા જિલ્લાઓ અંગે પીએમને માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી કે, પીએમને રાજ્યોના દવાના સ્ટોક અને સ્વાસ્થય સુવિધાઓ અંગે જાણકારી આપવામાં આવી છે. પીએમ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે, સ્વાસ્થ્ય સેવામાં સુધારો લાવવો તે આપણી પ્રાથમિકતા છે, રાજ્યોને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન આપવામાં આવશે.

વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે રાજકોટના ડૉક્ટરે દર્દીઓને ઑક્સિજન આપવા અજમાવી તરકીબ

વડાપ્રધાન નરેન્દ્રમોદીની આ બેઠકમાં કોરોનાને રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો અને ઉપાયો પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોના એવા જિલ્લાઓ અંગે એડવાઝરી મોકલી તેના પર કામ કરવું જોઇએ. જ્યા પોઝીટિવ કેસોની સંખ્યા 10 ટકા અથવા તેના કરતા વધું છે. અને ઓક્સિજન સપોર્ટ અથવા આઇસીયુ બેડ 60 ટકા કરતા પણ વધુ છે.

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ દવાઓની ઉપલ્બધી પર સમીક્ષા કરી હતી તેમણે રેમડેસિવીર સહિતની દવાઓના ઉત્પાદનમાં વધારો કરવા માટેના આદેશ આપ્યા હતા. પીએમએ આવનારા કેટલાક મહિનાઓમાં રસીકરણના ઉત્પાદનમાં વધારો કરવા અને રસીકરણ પર એક રોડમેપ તૈયાર કરવાના આદેશ આપ્યા હતા.

'યે બંધન તો પ્યાર કા બંધન હૈ,' ગોંડલમાં મોટાભાઈ અને નાનાભાઈએ એકસાથે અનંતની વાટ પકડીપ્રધાનમંત્રીને એ વાતની પણ જાણકારી આપવામાં આવી કે રાજ્યોને 17.7 કરોડ રસીઓ મોકલી આપવામાં આવી છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ રાજ્યોને વેક્સિનેશનની ગતિ વધારવા માટેના આદેશ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 45 વર્ષની ઉંમર સુધીના 31 ટકા લોકોને વેક્સિનનો એક ડોઝ આપી દેવમાં આવ્યો છે.
Published by: kuldipsinh barot
First published: May 6, 2021, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading