વિરોધ પ્રદર્શન દરમ્યાન પ્રિયંકા ગાંધીએ પોલીસકર્મીનો હાથ મચકોડી નાખ્યો, ફોટો થયો વાયરલ

News18 Gujarati
Updated: August 6, 2022, 6:53 AM IST
વિરોધ પ્રદર્શન દરમ્યાન પ્રિયંકા ગાંધીએ પોલીસકર્મીનો હાથ મચકોડી નાખ્યો, ફોટો થયો વાયરલ
પ્રિયંકા ગાંધી ફોટો વાયરલ

Congress Protest News-મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાંસદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પોલીસકર્મી (Police) નો હાથ મરોળતાં દેખાઈ રહ્યા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટર પર આ ફોટો શેર કર્યો છે.

  • Share this:
Priyanka Gandhi : હાલ કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. (Political news) શુક્રવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે પાર્ટીના અન્ય સાંસદો કાળા કુર્તા પહેરીને સંસદ પહોંચ્યા હતા. (Congress protest viral photo) પ્રિયંકા ગાંધી પણ દિલ્હીમાં સંસદ સુધીના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ ઘટનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાંસદ પ્રિયંકા ગાંધી પોલીસકર્મીનો હાથ દાબતાં જોવા મળી રહ્યા છે. (Priyanka Gandhi Viral News)

પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેણે પ્રદર્શન દરમિયાન પહેલા એક મહિલા પોલીસકર્મીનો હાથ પકડ્યો અને પછી તેને જોરથી મચકોડી દીધો. વિરોધ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ ખૂબ ગુસ્સામાં જોવા મળ્યા હતા. આ ફોટો બીજેપી નેતા અમિત માલવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે.

બીજેપી નેતાએ ફોટોના કેપ્શનમાં લખ્યું - પ્રિયંકા વાડ્રાએ ડ્યુટી પર રહેલા પોલીસકર્મી પર હુમલો કર્યો. તેણે પહેલા પોલીસકર્મીનો હાથ પકડ્યો અને પછી તેને જોરથી મચકોડી દીધો. પછી તેઓ ફરિયાદ કરે છે કે પોલીસ ઝપાઝપી કરે છે. પરંતુ સત્ય તેનાથી તદ્દન વિપરીત છે.

લોકો પ્રિયંકા ગાંધીના વાયરલ થઈ રહેલા આ ફોટા પર કોમેન્ટ કરી રહ્યા છે. અને પોતાની મુજબ તેમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- મેડમ તમે જેનો હાથ પકડી રહ્યા છો, તે આ દેશની દીકરી છે. તે પરીક્ષા પાસ કરી પોલીસમાં ભરતી થઈ છે.

જો કે આ ફોટો પર મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું કે તેઓ ગાંધી છે, અન્યાય સામે વિરોધ કરવાનો તેમનો ઈતિહાસ છે. કેટલાક લોકોએ તેને ફેક ન્યૂઝ પણ ગણાવી હતી. એક યુઝરે પૂછ્યું કે આ તસવીરમાં પ્રિયંકા જેનો હાથ પકડી રહી છે તે દેખાતો નથી, તેને ખબર નથી કે તે પોલીસ છે કે અન્ય કોઈ. યુઝરે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે શુક્રવારે મોંઘવારી, બેરોજગારી અને ઘણી ખાદ્ય ચીજોને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દાયરામાં લાવવાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.આ પણ વાંચોPM મોદીએ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેક્ટનું કર્યું શિલાન્યાસ, 150 બેડની બનશે હોસ્પિટલ

વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર પાર્ટીના નેતાઓએ કાળા કપડા પહેર્યા હતા. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી હતી. જો કે, પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવી, કસ્ટડીમાં લીધા હતા.
Published by: kiran mehta
First published: August 5, 2022, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading