ગિરિરાજ સિંહે કહ્યું- રાહુલ નથી ગંભીર, આવા સમયે વિદેશ કોણ ભાગે?

News18 Gujarati
Updated: March 3, 2018, 5:24 PM IST
ગિરિરાજ સિંહે કહ્યું- રાહુલ નથી ગંભીર, આવા સમયે વિદેશ કોણ ભાગે?
ગિરિરાજ સિંહ (ફાઈલ તસવીર)

ત્રિપુરા તેમજ નાગાલેન્ડના પરિણામ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.

  • Share this:
ત્રિપુરા તેમજ નાગાલેન્ડના પરિણામ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોઈ પણ નેતા આવા સમયે પોતાના કાર્યકરોને છોડીને ભાગતા નથી. તેમણે રાહુલ ગાંધીને નોન સિરિયલ (બિન ગંભીર) ગણાવ્યા હતા.

વધુમાં તેમણે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી નેચરલ લીડર નથી. આ પરિસ્થિતિની દેણ છે. તેઓ રાણીના કૂખમાં પેદા થયા છે. 56 દિવસ માટે એક વખત ભાગી ગયા. તેઓ સ્ટ્રેસ સહન નથી કરી શકતા. તેઓ સારી રીતે જાણે છે કે તેમણે ક્યારે ભાગવાનું છે. તેઓ નેચરલ નેતા નથી છતાં કોંગ્રેસના નેતાઓએ તેમને અધ્યક્ષ બનાવ્યા છે.'

આ પહેલા પણ તેમણે રાહુલ ગાંધી અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધી ફિલ્મ સ્ટાર્સની જેમ ફક્ત લખેલી સ્કિપ્ટ જ વાંચે છે. તેમને ન તો ઇતિહાસ કે ભૂગોળનું જ્ઞાન છે. આ અંગે એ સમયે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, બીજેપીના શાસનકાળ દરમિયાન ક્યાંય વિકાસ નથી દેખાઈ રહ્યો. મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે બીજેપી આવા ભાષણ આપી રહી છે. કોંગ્રેસ કહ્યું હતું કે, બીજેપી અન્ય મુદ્દે પણ આવા જ નિવેદને કરી રહી છે. આ પહેલા પણ તેઓ રામ મંદિર, પદ્માવત જેવા અનેક મુદ્દે વિવાદિત નિવેદન આપતા રહ્યા છે. રામ મંદિર મુદ્દાને લઈને તેમણે આ પહેલા કહ્યું હતું કે, સુન્ની તેમજ હિન્દુ તમામ રામના જ વંશજ છે.

ગિરિરાજ સિંહે વસ્તી વધારાને લઈને પણ આવું વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકતંત્ર ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી હિન્દુઓ વધારે સંખ્યામાં છે. હિન્દુઓની વસ્તી ઓછી થતાની સાથે જ સમરસતા ખતરામાં આવી જશે.

Published by: Vinod Zankhaliya
First published: March 3, 2018, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading