રાહુલનો સિંધિયા પર હુમલો, કહ્યું - રાજનીતિક ભવિષ્યનો ડર હતો જેથી RSS સાથે ગયા

News18 Gujarati
Updated: March 12, 2020, 7:10 PM IST
રાહુલનો સિંધિયા પર હુમલો, કહ્યું - રાજનીતિક ભવિષ્યનો ડર હતો જેથી RSS સાથે ગયા
રાહુલનો સિંધિયા પર હુમલો, કહ્યું - રાજનીતિક ભવિષ્યનો ડર હતો જેથી RSS સાથે ગયા

રાજ્યસભા સીટના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું - હું કોંગ્રેસ અધ્યક્ષ નથી

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)કહ્યું છે કે બધા લોકો અર્થવ્યવસ્થાની હાલતને જોઈ શકે છે. ભારતની તાકાત તેની અર્થવ્યવસ્થા (Economy) છે, નરેન્દ્ર મોદી (Narendra Modi)ની વિચારધારા અને યોજનાઓએ તેને બરબાદ કરી દીધી છે. કોરોના વાયરસની સમસ્યા ઘણી જટિલ છે પણ સરકારે તેને રોકવા માટે જેવા કરવા જોઈએ તેવા ઉપાય કર્યા નથી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ વિચારધારાની લડાઈ છે. એક તરફ કોંગ્રેસ છે તો બીજી તરફ બીજેપી-આરએસએસ (BJP-RSS)છે. હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારાને જાણું છું, તે મારી સાથે કોલેજમાં ભણતા હતા. હું તેને સારી રીતે જાણું છું. તે પોતાના રાજનીતિક ભવિષ્યને લઈને ડરેલા હતા. જેના કારણે પોતાની વિચારધારા છોડી દીધી અને RSSની સાથે ચાલ્યા ગયા.

આ પણ વાંચો - PM મોદીએ કહ્યું - મંત્રી હાલ નહીં કરે વિદેશ યાત્રા, કોરોનાથી ગભરાશો નહીં

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શેર બજારમાં લાખો લોકોને નુકસાન થયું છે. અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. કેટલાક દિવસો પહેલા મેં અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના ખતરાની વાત કહી હતી. પ્રધાનમંત્રી તેના પર (અર્થવ્યવસ્થા) પુરી રીતે મૌન છે. વિત્તમંત્રીને તો આ વિશે સહેજ પણ જાણકારી નથી.

રાહુલે UPA સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમે અર્થવ્યવસ્થાને ચલાવવાનું જાણતા હતા. અમે અર્થવ્યવસ્થાને શાનદાર સ્થિતિમાં રાખી છે. મોદી જી ને તેના વિશે કોઈ જાણકારી નથી. અર્થવ્યવસ્થાની જે ખરાબ સ્થિતિ થઈ છે તેની તો હજુ શરુઆત છે. હજુ વધારે ખરાબ દુર્દશા આવવાની બાકી છે. પીએમેએ આ સમસ્યાના ઉપાય વિશે બતાવવું જોઈએ. 2008માં આવી જ સુસ્તીની લહેર આવી હતી. અમારી યોજનાઓએ અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખી હતી.

રાજ્યસભા સીટના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું કોંગ્રેસ અધ્યક્ષ નથી.
Published by: Ashish Goyal
First published: March 12, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading